Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

જસદણના બાખલવડનો યુવાન હોમકોરેન્ટાઇલનો ભંગ કરી બહાર નીકળી ગયો ! ગુન્હો નોંધાયો

કલ્પેશ મેણીયાને જસદણ પોલીસે અટકાયત કરી રાજકોટ પથિકાશ્રમમાં ખસેડયો : ડ્રાઇવર કલ્પેશ મેંગ્લોરથી આવ્યો હોય હોમ કોરેન્ટાઇલ કરાયા'તો

જસદણ, તા. ૪ : જસદણ તાલુકાના બાખલવડ ગામના યુવાને હોમ કોરેન્ટાઇલનો ભંગ બહાર નીકળી જતા પોલીસે ગુન્હો દાખલ કરી તેની અટકાયત કરી રાજકોટ ખસેડયો હતો.  રાજકોટ કલેકટર અને રાજકોટ એપીની સૂચના મુજમ જસદણ તાલુકાના બાખલવડ ગામે રહેતો યુવાન કલ્પેશ છગનભાઇ મેણીયા (ઉ. વ. ૨૫ ) ને તા. ૨૯-૩ થી તા. ૧૧-૪ સુધી હોમ કોરેન્ટાઇલ કરેલો હોવા છતાં તે બહાર નીકળતો હતો. વહીવટીતંત્રને આ બાબતની બાતમી મળતા આ અંગે બાખલવડના તલાટી મંત્રી મનીષાબેન અમરસિભાઈ મકવાણાએ જસદણ પોલીસમાં આઈપીસી કલમ ૨૭૦, ૧૮૮ અને એપેડેમીક ડિસિસ એકટની કલમ હેઠળ ગુન્હો નોંધાવતા જસદણ પોલીસ સ્ટેશન પીએસઆઈ નિકુંજભાઈ જોશી સહિતના સ્ટાફે આ યુવાનની અટકાયત કરી તેમને રાજકોટ પથિકશ્રમ ખાતેના સરકારી કોરેન્ટાઇલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. આ યુવાનઙ્ગ ઙ્ગડ્રાઇવિંગનો વ્યવસાય કરતો હોય થોડા દિવસ પહેલા મેંગ્લોર થી બાખલવડ ખાતે આવ્યો હતો. જેની બીજા રાજયની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાથી તેને હોમ કોરેન્ટાઇલ કર્યો હતો

(11:35 am IST)