Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

તળાજામાં કરોડો રૂપિયાની ડુંગળી, શેરડી વેચાયા વગરની પડી છે

નેશિયા ગામના અમુકે ગૌધણને ચરવા મૂકી દીધું: ડુંગળી પણ સડી રહી છેઃ ખેડૂતોની હાલત દયનિય

ભાવનગર, તા.૪: તળાજા તાલુકો ખેત ઉત્પાદન ઉપર આર્થિક રીતે નભે છે. ડુંગળી અને શેરડી જે ખેડૂતો એ પકવી છે તેવા હજારો ખેડૂતોનીં હાલત કોરોનાની મહા મારી ના કારણે આપવામાં આવેલ લોકડાઉનની સ્થિતોમા કફોડી બની છે.

નેશિયા ગામના ખેડૂત ચંદ્રસિંહ ગોહિલ અને યુવરાજસિંહ ગોહિલ એ જણાવ્યું હતું કે નેશિયા, નાની મોટી કામરોલ, નવા જુના સાંગાણા, હબુકવડ, છાપરી, ટીમાંના, ધાણા, રોયલ, કોદીયા, તળાજાના ખેડૂતો મહત્તમ શેરડીનો પાક લઈ રહ્યા છે. હાલ લોકડાઉનના કારણે હજારો ખેડૂતોની કરોડો રૂપિયાની શેરડી ખેતરોમાં પડી છે. કેટલાક ખેડૂતોએ તો પોતાના ખેતરમાં ગૌધણ  ને ચરવા ખુલ્લું મુકી દીધું છે

જે શેરડીનો ભાવ હાલ એકસો રૂપિયાથી વધુ હોય તેનો ભાવ માત્ર ત્રીસ રૂપિયે પશુપાલકો માગી રહ્યા છે. પશુઓને નિરણ માટે  ઉત્તરપ્રદેશથી ગોળ બનાવવા માટે શ્રમિકો આવતા હોય છે. પણ લોકડાઉનની સ્થિતિના કારણે તેઓ પણ આવી શકતા નથી.

એજ રીતે ડુંગળી તળાજા પંથક રાજયમાં ડુંગળી પકવતો અગ્રેસર છે. હાલ અનેક ખેતરોમા ડુંગળીનો પાક તૈયાર થઇને પડયો છે. જિલ્લા માં કયાંય હરારજી થતી ન હોય ખેતરોમાં ડુંગળીનો પાક પડ્યો પડ્યો ખરાબ થઈ રહ્યો છે.

સહકારી ક્ષેત્રના જિલ્લા અધિકારી ગઢવી એ જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં ભાવનગર યાર્ડ ખાતે ડુંગળીનીં હરરાજી શરૂ કરવામાં આવશે. મહુવા યાર્ડ અને ત્યાંના ડીહાઈડ્રેશન ના સંચાલકો વચ્ચે સંકલન ના કારણે હરારજી કયારે શરૂ થાય તે નક્કી નથી

યાર્ડ પ્રમુખ ભીમજીભાઈ પંડ્યા અને સેક્રેટરી ભરતભાઇ બારૈયા એ જણાવ્યું હતુંકે હાલ તળાજા યાર્ડમાં ડુંગળી નીંખરીદી સામટી કરી શકે તેવા કોઈ વેપારી નથી. અહીં વેપારીઓ આવે તો યાર્ડ તરફથી જમવા, આરામ કરવા સહિતની સુવિધા આપવા માટે તૈયારી દર્શાવી છે.

સતાવાર સાધનો એ જણાવ્યું હટુકવા મહુવા યાર્ડ ડુંગળી ખરીદી માટે મહત્વનું પીઠું ગણાય છે. પણ અહીં ડુંગળીની હરારજી બંધ છે. માત્ર યાર્ડ અને ડીહાઇડ્રેશના કારખાનાઓના સંચાલકો વચ્ચે જેને લઈ હજારો ખેડુતો કે જેણે ડુંગળી પકવી છે તેવા ખેૂડતોની હાલત કફોડી બની છે. કરોડો રૂપિયાની ડુંગળી બગડી રહી છે.

(11:35 am IST)