Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

મોટા ખડબામાં પત્નિ અને પ્રેમીના હાથે પતિની હત્યા

પત્નિ અંજુને પતિ લખમણ વાણીયાએ આડો સંબંધ રાખવાની ના પાડતા હથિયારોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા

 જામનગર, તા. ૪ : જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મોટા ખડબા ગામની સીમમાં અનુ.જાતિના ૩૭ વર્ષના લખમણભાઇ કરશનભાઇ વાણીયાની તેની પત્નીને પ્રેમી સાથે મળીને હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ લાલપુરના મોટા ખડબા કરાર સીમમાં પ્રવિણસિંહ મનુભા જાડેજાની વાડીમાં લખમણભાઇ કરશનભાઇ વાણીયા (અનુ.જાતિ ઉ.૩૭) નો મૃતદેહ પડયો હોવાની માહિતી પોલીસને આપી હતી.

જેથી લાલપુર પોલીસના પીએસઆઇ બી.એસ. વાળા અને ટીમે તપાસ હાથ ધરતા આ હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો હતો.

મૃતક લખમણભાઇ ઉર્ફે પીરો કરશનભાઇ વાણીયા (ઉ.વ.૩૭)ની પત્ની અંજુબેનને તેના બાઘલા ગામે રહેતી બહેન મધુબેનના દિયર પ્રફુલ રામજીભાઇ સોરઠીયા (રહે. બાઘલા, તા. લાલપુર) સાથે આડોસંબંધ હતો.

જે તોડી નાખવા પતિ લખમણભાઇએ ના પાડી હોવાથી પતિનું કાસળ કાઢી નાંખ્યું હતું.

મૃતકના મોટાભાઇ કેશુભાઇ કરશનભાઇ વાણીયાની ફરીયાદના આધારે પોલીસે પત્ની અને પ્રેમીની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની જાણ થતાં એસપી શરદ સિંઘલના સીધા માર્ગદર્શન હેઠળ જામનગર ગ્રામ્યના ડીવાયએસપી જે.એસ. ચાવડાની ટીમ દ્વારા એસઓજી ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખીને ટેકનીકલ સર્વેક્ષણ આધારે સમગ્ર ચકચારી અને ભેદભરી ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

(2:31 pm IST)