Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

વિકટ પરિસ્થિતિ વચ્ચે ૧૧ હજાર સિનિયર સિટીઝનોનું પેન્શન જમા

ભુજ,તા.૪: કોરોનાની મહામારી અને લોકડાઉનની વિકટ અને વિપરીત પરિસ્થિતિ માં પણ પેન્શનરના ખાતામાં મન્થલી પેન્શન ની રકમ તથા તમામ સરકારી કર્મચારીઓ નો પગાર નિયત સમયે જ જમા કરાવવા ની કામગીરી પૂર્ણ કરાઈ છે.

માર્ચ એન્ડિંગની કામગીરીના ભારણ વચ્ચે ડીએટી કચેરી અને જિલ્લા તિજોરી કચેરીના સ્ટાફની સરાહનીય કામગીરી અને ટીમ વર્કથી કચ્છ જિલ્લાના ૧૧ હજાર પેંશનરોની રકમ તેમના બેંક ખાતામાં જમા કરી દેવાઈ છે. જેના કારણે પેન્શન ઉપર નભતા સિનિયર સિટીઝનોને પણ વર્તમાન સમયમાં સમયસર પોતાની નાણાકીય રકમ મળી શકશે.

ડીએટી પરીવાર ના મહિલા અને પુરુષ કર્મચારીઓ/અધિકારીઓએ મોડી રાત સુધી જાગીને આ કામગીરી પૂર્ણ કરી છે.ઙ્ગ સૌ કર્મચારીઓએ પણ વિપરીત પરિસ્થિતિ માં આવો અભિગમ દર્શાવીને રાજય સેવા અને રાષ્ટ્ર સેવાની પ્રતીતિ કરાવી છે, ભવિષ્યમાં પણ આજ રીતે નિષ્ઠાપૂર્વક કામગીરી થતી રહેશે એવી પ્રતિબધ્ધતા કર્મચારીઓએ વ્યકત કરી છે.

(11:30 am IST)