Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ધોરાજી ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે મફત રાશન આપોના નારા સાથે મહિલાઓનું ટોળુ ધસી આવ્યું

ધોરાજી, તા.૪: રાજય સરકારે ગરીબોને મફત રાસન આપવાની જાહેરાત બાદ હાલમાં કોરોનાવાયરસ ને કારણે સંપૂર્ણ જનતા કરતી હોય તમામ ગરીબ લોકો અને મધ્યમવર્ગના લોકો નું જીવન આર્થિક બાબત ખોરવાઇ ગઇ હોય ત્યારે તમામ લોકો સરકાર અપેક્ષા રાખીને બેઠા છે આવા સમયે સસ્તા અનાજની દુકાન ખાતે ગરીબ લોકો અને મધ્યમ વર્ગના લોકો મફત મળતું રાસન લેવા માટે ગયા તો ના પાડી દીધી કે આ તમારું રાશન કાર્ડ નહીં ચાલે જેના અનુસંધાને ધોરાજીની ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ છેલ્લા બે દિવસથી મામલતદાર કચેરી ખાતે રાશન કાર્ડ માં મળવા માટે ધક્કા ખાઈ રહી છે પરંતુ કોઈ યોગ્ય જવાબ નહી મળતા અંતે આ તમામ મહિલાઓનું ટોળું ધોરાજી ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે ધસી આવ્યું હતું પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાનો સાંભળે કોણ તે સવાલ ઉભો થયો હતો અને ડેપ્યુટી કલેકટર કચેરીનો પ્રવેશ દ્વાર જ બંધ કરી દીધો જેથી કરીને મહિલાઓ સહિત જઇ ન શકે.

આ સમયે મહિલાઓએ વ્યથા ઠાલવતા જણાવ્યું કે સાત ધક્કા મામલતદાર કચેરીએ ખાધા પરંતુ કોઈએ યોગ્ય જવાબ ન આપ્યો એટલે અમે અહીં આવ્યા પરંતુ અહીં આવ્યા તો ડેપ્યુટી કલેકટર નો પ્રવેશ દ્વાર નો ગેટ બંધ કરી દીધો અને મહિલાઓને અંદર આવવા નો દીધી.... આમ ગરીબ મહિલાઓ પોતાની વેદના ઠાલવી હતી આ સમયે જણાવેલ કે હાલમાં અમારો ધંધા-રોજગાર મજુરી કામ સંપૂર્ણ બંધ છે. અમો નાના બાળકો વાળા હોય અને આર્થિક ભીંસને કારણે રાશનકાર્ડમાં સરકારી મળતું અનાજ લેવા ગયા તો મેં ના પાડી દીધી કે તમારું રાશનકાર્ડ નહીં ચાલે તો હવે ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવ્યા તો તેમને મળવાનો દીધા તો ગરીબોની વેદના કોણ સાંભળશે જે આ સમયે પોલીસે મહિલાઓનું ટોળું વિખેરી નાખ્યો હતો અને મહિલા પોતાના ઘરે ગંભીર વેદના સાથે જતી રહી હતી.

(11:29 am IST)