Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

પોરબંદરમાં કોરોનાના ૩ પોઝીટીવ કેસના દર્દીઓના નામ તંત્ર દ્વારા જાહેર

 પોરબંદર તા. ૪ : પોરબંદર જીલ્લામાં વહીવટી તંત્રએ જીલ્લામાં કોરાના વાયરસના અત્યાર સુધી ૩ પોઝીટીવ કેસના દર્દીઓના નામ સત્તાવાર જાહેર કર્યા છે તે મુજબ જુની પોલીસ લાઇનમાં રહેતા જયોતીબેન ગોસ્વામી (ઉ.૪૮) તથા તેની પુત્રી સ્વાતી રાજેશગીરી ગોસ્વામી (ઉ.રર)તેમજ આશાપુરા ચોક રમણપાર્કમાં રહેતા ડ્રાઇવર ભરતભાઇ અમુભાઇ કાછેલા (ઉ.૪૮) છે. કોરાના પોઝીટીવ કેસમાં માતા-પુત્રી અને ડ્રાઇવર ત્રણેય ભાવસિંહજી સરકારી હોસ્પીટલમાં આઇસોલેશન વોર્ડમાં સારવારમાં છે. ગોસ્વામી પરિવારની પુત્રી સ્વાતી દુબઇથી મુંબઇ થઇને પોરબંદર આવ્યા બાદ તેની માતાને કોરાના પોઝીટીવ રિપોર્ટ આવેલ  અને ત્યારપછી તેની પુત્રી અને ડ્રાઇવરનો કોરાના પોઝીટીવ રિપોર્ટ આવેલ.

(11:27 am IST)