Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

લોકડાઉનની સ્થિતિનું નિરીક્ષણઃ રેંજઆઇજી મોરબીની મુલાકાતે

મોરબી,તા.૪: લોકડાઉનની સ્થિતિનું નિરીક્ષણ કરવા રેંજઆઈજીએ લીધી મોરબીની મુલાકાત  રેન્જ આઈજી સંદીપ સિંદ્ય મોરબીની મુલાકાતે પધાર્યા હતા. તેઓએ શહેરના વિવિધ વિસ્તારોનું જાત નિરીક્ષણ કર્યું હતું. બાદમાં લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે પોલીસની કામગીરીને બિરદાવી હતી.તેમજ લોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા તથા પોલીસને સહકાર આપવા માટે અપીલ કરી હતી. લોકડાઉનની અમલવારી માટે પોલીસ તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે. દરમિયાન રેન્જ આઈજી સંદીપ સિંદ્ય મોરબીની મુલાકાતે પધાર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે મોરબીમાં લોકડાઉનની ચુસ્ત રીતે અમલવારી થઈ રહી છે. જે નિહાળીને તેઓને આનંદ થયો છે. મોરબી પોલીસે લોકડાઉન દરમિયાન જાહેરનામા ભંગના ૧૮૭ ઙ્ગકેસો કર્યા છે. જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોનની મદદથી પણ ૫૧ ઙ્ગકેસો કરવામાં આવ્યા છે. ૧૦૩૭ જેટલા વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ૭ સેલ્ટરહોમમાં રહેલી સુવિધાની ચકાસણી પણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ૪૯ ઙ્ગજેટલા નાકા પોઇન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે.તેમજ તેઓ રાજકોટથી મોરબી આવ્યા તે દરમિયાન નિહાળ્યું કે ગુડ્ઝ વહિકલના જ મુવમેન્ટ છે. શહેરમાં નહેરુચોક છે ત્યાં ગ્લોસરી, બેંક તેમજ હોસ્પિટલો આવેલી છે. માટે ત્યાં ટ્રાફિક જોવા મળ્યો હતો. જે અંગે એસપી સાથે ચર્ચા કરીને ટ્રાફિક ન થાય તેવા પગલાં લેવામાં આવશે.

(11:27 am IST)