Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

પ્રભાસ પાટણ ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું

પ્રભાસ પાટણ માં સનરાઇસ સ્કુલ ખાતે ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ  કેમ્પમાં એમ.ડી.ડોકટરના કેસ 270 તથા ઓર્થોપેડીક ડોક્ટરના.230 તથા સ્કિન માટે ના 210 તથા નાના બાળકો માટેના કેસ 230 તથા દાંત માટેના કેસ 120 તથા આંખ માટેના કેસ 190 તથા કાન નાક ગળાના કેસ 110 તથા ગાયનેકના કેસ 67 તથા કિડનીના કેસ 35 અને વગેરે ડોકટરો હાજરી આપેલ હતી અને કુલ કેસ 1462 કેસ આ કેમ્પ માં ફ્રી માં દર્દીઓ એ સેવાનો લાભ લીધેલ હતો આ કેમ્પમાં દવા પણ ફ્રી માં આપવામાં આવી હતી આ કેમ્પમાં દરેક સમાજના લોકો એ ભાગ લીધો હતો 

 આ કેમ્પમાં ડોક્ટર તરીકે ડો.ડિ.કે.બારડ.ડો.રાહુલ ચાડેરા.ડો.રિફાઝ મોદી.ડો.મુકેશ એલ જોટવા.તથા ડો.ઇમરાન.વાજા.તથા ડો.વિશાલ સોલંકી તથા. ડો.નેહા બારડ સોલંકી તથા.ડો.ગૌતમ લાડુમર તથા ડો.કૈયુર તરસરીયા વગેરે ડોકટરો એ આ કેમ્પમાં હાજરી આપેલ હતી 

(7:46 pm IST)