Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

મોરબી એલ.ઈ.કોલેજ ખાતે ૧૩ મુ ગોલ્ડ મેડલ ફંક્શન યોજાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દ્વારા  લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ, મોરબી ખાતેથી તાજેતરમાં અભ્યાસ પુર્ણ કર્યો છે તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે પોતાના વિષયમાં કે બ્રાન્ચ માં ટોપ કર્યું છે તેમને ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવા આગામી તારીખ ૦૬ માર્ચ ૨૦૨૪, બુધવાર  ના ૧૩ મા ગોલ્ડ મેડલ ફંકશન નું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના મહામારીને કારણે  અમુક વર્ષો દરમિયાન ગોલ્ડ મેડલ ફંકશન થઈ શકયા ન હતા તેથી આ વર્ષે ૨૦૨૧, ૨૦૨૨અને ૨૦૨૩  એમ કુલ ત્રણ વર્ષ દરમિયાન પાસ થયેલા  ટોપર્સને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
સાથે કોલેજ કેમ્પસમાં લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન ની નવી ઓફિસ ના  ઉદ્ધાટન સમારોહ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ ને પોતાના જુના સહાધ્યાયીઓ ને ફરી મળવાનો, જુની વાતો ને યાદોં ને ફરી વાગોળવાનો અવસર
તો ચાલો બધા ફરી મળીએ. કોલેજ ના એ યાદગાર દિવસો ફરી એક સ માટે જીવીએ
મિત્રો,  લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દ્વારા  વ્યવસ્થા ના ભાગરૂપે જે લોકો મોરબી આવવા ઈચ્છુક છે તેઓ નીચે આપેલી લીંક પર આપનુ રજીસ્ટ્રેશન કરાવી લેશ

https://docs.google.com/forms/d/e/1FAIpQLSecbntwYJF_p9L-2CNYzN49GkQvQFOvAo_2omgpN9iMDUg-DA/viewform?usp=sf_link

   
(7:44 pm IST)