Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

મોરબીના બેલા નજીક ફેકટરીમાં ચક્કર આવતા પડી ગયેલ પરિણીતાનું મોત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના બેલા રંગપર ગામની સીમમાં આવેલ પ્લાસ્ટિક કંપનીમાં કામ કરતી વેળાએ ૩૦ વર્ષની પરિણીતાને ચક્કર આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં મોત થયું હતું

   બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ બેલા રંગપર ગામની સીમમાં આવેલ જે કે પ્લાસ્ટિક કંપનીમાં કામ કરતા નરબદીબેન કમલભાઈ પટલ્યા (ઉ.વ.૩૦) નામની પરિણીતા ગત તા. ૨૫-૦૨ ના રોજ ફેકટરીમાં પ્લાસ્ટિક દાણા ભરવાનું કામ કરતી હોય ત્યારે અચાનક ચક્કર આવતા નીચે પડી જતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(7:41 pm IST)