Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

મુંબઇની મહિલા સાથે ભાવનગરના યુવાને દુષ્‍કર્મ આચર્યું

ભાવનગર તા.૪ : ભાવનગર શહેરમાં રહેતો એક પરિણીત શખ્‍સે પરણીત મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધી મહિલાને તેના પતિને છુટાછેડા આપવાનું કહી, પોતે પણ તેની પત્‍નિને છુટાછેડા આપી તેની સાથે લગ્ન કરશે તેવા ખોટા વાયદા કરી મહિલા સાથે દુષ્‍કર્મ આચર્યું હતું.

પ્રાપ્ત થતી માહિતી મુજબ મુળ મુંબઇ રહેતી એક મહિલાના ગઢડા ખાતે લગ્ન થયા હોય, લગ્ન બાદ મહિલાને સંતાનમાં બે દિકરી અને એક દિકરો હતા. જે બાદ મહિલા ભાવનગર ખાતે જુના કપડાંનો વ્‍યવસાય કરતી હોય જેમાં તિલકનગર આડોડીયા વાસ નજીક રહેતા રાજુ કાંતિભાઇ સોલંકી સાથે પ્રેમ સંબંધ સ્‍થપાયો હતો અને જે બાદ રાજુએ મહિલાને તેના પતિ સાથે છુટાછેડા લેવાનું કહી, તેની સાથે લગ્ન કરશે તેવી લાલચ આપતા ત્રણ સંતાનની

માતાએ ગઢડા ખાતે તેના પતિને છુટાછેડા આપ્‍યા હતા અને જે બાદ રાજુ સાથે ભાવનગર ખાતે રહેવા આવ્‍યા બાદ રાજુ પણ તેની પત્‍નિને છુટા છેડા આપી દેશે તેવા ખોટા વાયદા આપી, મહિલાને જુદા જુદા સ્‍થળોએ લઇ જઇ શરીર સંબંધ બાંધી ફરાર થઇ ગયો હતો. જે બાદ મહિલાએ રાજુ કાંતિભાઇ સોલંકી વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસમાં દુષ્‍કર્મની ફરિયાદ નોંધાવી હતી. દુષ્‍કર્મ આચરનાર શખ્‍સે મહિલા પાસેથી રોકડા એક લાખ તેમજ દાગીના લઈ નાસી છૂટ્‍યો હોવાનું જાણવા મળેલ છે.

(11:19 am IST)