Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

જસદણ પંથકમાં રૂ. ૪.૭૨ કરોડના વિવિધ વિકાસકાર્યોનું મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનાં હસ્‍તે ખાતમુર્હુત

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૩: કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ તાલુકાના કનેસરા ગામે  કનેસરા કુંદણી રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. બન્ને ગામના આગેવાનો અને સરપંચશ્રીઓ અને અગ્રણીઓએ મંત્રીશ્રીનું ઉત્‍સાહપૂર્વક સ્‍વાગત કર્યું હતું.

કનેસરા ખાતે મંત્રીશ્રીએ ઉદબોધન કરતા જણાવ્‍યું હતું કે, ગામના આર્થિક વિકાસમાં રસ્‍તાનું યોગદાન અનેરું હોય છે. કનેસરાથી કુંદણી જવામાં થતી તકલીફ બ્રિજ સાથેનો આ પાક્કો રસ્‍તો બનતા દૂર થશે. જસદણ વીંછિયા વિસ્‍તારમાં કરોડોના ખર્ચે સંખ્‍યાબંધ રસ્‍તાઓનું ખાતમુહૂર્ત અને અનેકવિધ તળાવો અને ડેમના રીપેરીંગ, ડીપનિંગ વગેરે સિંચાઇના કામો પણ મોટાપાયે કરવામાં આવી રહ્યા છે. વિસ્‍તારમાં તબક્કાવાર વિકાસકાર્યો કરીને માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવામાં આવી રહી છે. આપ્રસંગે જસદણ ભાજપ ઉપ-મુખ જયુભાઈ બોરીચા, યાર્ડમાં ઉપ-મુખપ્રેમજીભાઈ રાજપરા, ધીરુભાઈ ભાયાણી સહિતના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. નોંધનીય છે કે, ૩.૫૩ કરોડના ખર્ચે બનનાર ૩.૭૫ મીટર પહોળા ૪.૩ કી.મી. લાંબા કનેસરા કુંદણી રોડથી ગ્રામજનોને ચોમાસામાં પડતી અગવડ દૂર થશે અને બારેમાસ અવરજવરની સગવડ થશે. મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનનાર આ ત્રીસ્‍તરીય રસ્‍તાના કાર્ય અંતર્ગત હયાત કાચા રસ્‍તાની બંને બાજુ જંગલ કટિંગ કરીને પહોળાઈ વધારીને પાકો રસ્‍તો તૈયાર કરવામાં આવશે, જેમાં ૪ અલગ અલગ જગ્‍યાએ કોઝવે તેમજ કુંદણી ગામે ૨૦૦ મીટર અને કનેસરા ગામે ૨૫૦ મીટરના સી.સી. રોડના કામો, ૧૩૦ મીટરની સંરક્ષણ દિવાલ, એક બ્રિજ અને ડ્રેનેજ વગેરેના કામોનો સમાવેશ થાય છે. મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણના બાયપાસ રોડ વિસ્‍તારમાં ચોહલીયા પાર્ક ખાતે ધારાસભ્‍યશ્રીની ગ્રાન્‍ટમાંથી રૂ.૨૮ લાખના ખર્ચે થનાર નવા સી.સી. રોડ અને પેવર બ્‍લોકના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં શહેર અગ્રણીઓ અને સ્‍થાનિક નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:04 am IST)