Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

રાજસ્થાનથી અપહરણ થયેલ બાળકને તેના વાલીવારસ સાથે મિલાપ કરાવતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મથલીયા સાહેબ બોર્ડર રેન્જ  ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક  મયુર પાટીલ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ  પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાનાનો તરફથી ગુમ અપહરણ બાળકો તથા માણસો શોધવા સારૂ સુચના હોઈ જે અન્વયે પોલીસ ઈન્સ્પેક્ટર એસ. એન.કરંગીયા તથા પોલીસ સ્ટાફના માણસો ભચાઉ પો.સ્ટે. હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

 દરમ્યાન ભચાઉ-ભુજ રોડ ઉપર આવેલ મામાદેવના મંદિર પાસે એક બાળક ગભરાયેલી હાલતમાં દોડીને આવતું જોવા મળતા તેને ઉભું રખાવી પૂછપરછ કરતાં પોતાનું નામ કેશવ રાજબીહારી વૈદટીકારામ શર્મા (બ્રાહ્મણ )(  ઉ.વ.૧૬ ) ( રહે પંડોકા મહીલા નિવાઈ જી. ટોક રાજસ્થાન હાલ રહે પ્રતાપનગર જયપુર રાજસ્થાન વાળો હોવાનું અને પ્રતાપનગર સાંગાનેર જયપુર ખાતેથી મોઢા ઉપર કપડું રાખી ગાડીમાં નાખી અપહરણ કરેલ વિગેરે હકિકત જણાવેત જે આધારે પ્રતાપગઢ રાજસ્થાન ખાતે તપાસ કરાવતા  જયપુર સીટી (પુર્વ જીલ્લાના પ્રતાપનગર પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.ન,0139 /2021  આઈ.પી.સી. કલમ ૩૬૩ મુજબ ગુનો નોંધાયેલ અને તેના વાલી વારસનો સંપર્ક કરી ભચાઉ પોલીસ સ્ટેશન બોલાવી સગીર વયના બાળકને તેના વાલીવારસને સોંપેલ છે

આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર એસ. એન.કરંગીયા તથા પો.હે કી. સરતાણભાઈ પટૅલ તથા વિશ્વજીતસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સેબલ સુરેશભાઈ પીઠીયા તથા અશોકજી ઠાકોર તથા નારણભાઈ આસલનાઓએ સાથે રહી કરવામાં આવેલ હતી

(9:39 pm IST)
  • જે સીડી પર ચડીને જિંદગીના સૌથી ઉંચા મુકામ પર પહોંચ્યા છીએ શું તેને પાડી દેવી યોગ્ય છે : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે જી-23ના નેતાઓને લખ્યો ખીલ્લો પત્ર : પૂછ્યું કે શું તેઓ પક્ષ બદલવાનો વિચાર કરે છે ? : ખુર્શીદે ઉક્ત નેતાઓને કહ્યું કે આપણે વર્તમાનમાં યોગ્ય સ્થાન શોધવાની બદલે તેના પર ચિંતન કરવું જોઈએ કે ઇતિહાસ એમને કેવી રીતે યાદ રાખશે access_time 12:36 am IST

  • કોંગ્રેસના સ્ટાર પ્રચારકની ભૂમિકામાં આવી પ્રિયંકા : દાદી ઈન્દિરા ગાંધી લોકો સાથે હળીમળી જવામાં માહિર : અસમથી પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી : અન્ય રાજ્યોમાં તેમનો કાર્યક્રમ પણ ઘડાઈ છે : કોંગ્રેસના નબળા સમયે અને સતત પાર્ટીના ધોવાણ થતા સાથે કાર્યકરોની પણ નારાજગી વખતે પણ પ્રિયંકામાં જોમ જુસ્સો યથાવત :મુશ્કેલીના સમયે પાર્ટીની ઢાલ બની ઉંભરતી પ્રિયંકાની ખાસિયતમાં દેખાય છે ઇન્દિરા ગાંધીજીની ઝલક access_time 12:32 am IST

  • જર્મનીએ કોરોના વાયરસ સામે કાર્યવાહી કરવા માટે દેશમાં વધુ ત્રણ અઠવાડિયા એટલે કે 28 માર્ચ સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. જો કે, આ સમયગાળા દરમિયાન કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. access_time 4:57 pm IST