Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

જુનાગઢ પાલિકા દ્વારા બે એ.સી. એમ્બ્યુલન્સ તથા એક શબ વાહીનીનું લોકાર્પણ

જુનાગઢ : મહાનગરપાલિકા કચેરી ખાતે વાહન શાખા દ્વારા બે એ.સી. એમ્બ્યુલન્સ તથા એક શબ વાહીનીનું કુલ ૩ વાહનોનું લોકાર્પણ મેયર ધીરૂભાઇ ગોહેલ, કમિશનર, તુષર સુમેરા, ડે. મેયર, હીમાંશુભાઇ પંડયા, સ્ટેન્ડીંગ ચેરમેન, રાકેશભાઇ ધુલેશીયા, શાસક પક્ષ નેતા નટુભાઇ પટોડીયા, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી આરતીબેન જોષીની ઉપસ્થિતિ કરવામાં આવેલ છે. લોકોને મૃતદેહ લઇ જવામાં રાહ ન જોવી પડે તે માટે આજે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા અંદાજીત રૂ.૧૪,રર,૦૦૦ના ખર્ચે એક શબ વાહની તથા લોકોને હોસ્પિટલ પહોંચવાની સુવિધા તાત્કાલીક મળી રહે તે હેતુથી બે એ.સી. એમ્બ્યુલન્સ રૂ.૩૦,પ૦,૦૦૦ના ખર્ચે કુલ વાહનો ત્રણ રૂ.૪૪.૭ર લાખના ખર્ચે ખરીદ કરવામાં આવેલ છે.

આ તકે કોર્પોરેટર, મહેન્દ્રભાઇ મશરૂ, ગીરીશભાઇ કોટેચા, સંજયભાઇ કોરડીયા, લલિતભાઇ સુવાગીયા, જીવાભાઇ સોલંકી, આદ્યશકિતબેન, શરીફાબેન કુરેશી તેમજ આસી. કમિશ્નર જયેશભાઇ વાજા, વાહન વ્યવહાર અધિકારી, અતુલભાઇ મકવાણા, આસી. ફાયર ઓફિસર મયુરભાઇ પરમાર તેમજ શહેર ભાજપ મહામંત્રી શૈલેષભાઇ દવે તથા સંજયભાઇ મણવર ઉપસ્થિત રહયા હતા.

(1:47 pm IST)