Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

અમરેલી જીલ્લામાં હનીટ્રેપમાં ૬ મહિનાથી ફરાર કુતાણાના રાકેશગીરી ગોસાઇની ધરપકડ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૪ : લીલીયા પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેકટર પી.બી.ચાવડાએ નાસતા ફરતા આરોપી રાકેશગીરી ઉર્ફે બાપુજી ગીરીરાજગીરી  મહાદેવગીરી ગોસાઇ રહે. કુતાણા, તા.લીલીયા મોટા, જી.અમરેલીવાળાની તપાસ કરતા આરોપી કુતાણા, તા.લીલીયા ગામેથી મળી આવેલ. હની ટ્રેપના ગુન્હામાં છેલ્લા ૬ માસથી નાસતા ફરતાં આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.

આ બનાવની હકીકત એવી છે કે આ કામેે ફરીયાદીને આ કામના આરોપીઓએ પોલીસના સ્વાંગ રચી પોલીસ તરીકે ખોટી ઓળખ આપી ગુન્હાહીત કાવતરૂ રચી તેમજ ફરીયાદીને હનીટ્રેપમાં ફસાવી ફરીયાદી પાસેથી બળજબરીથી રૂપીયા પડાવી, ફરીયાદીને ગોંધી રાખી અને ઢીકા પાટુનો માર મારી ફરીયાદી મારી નાંખવાની ધમકી આપી રૂ.ર,૦૦,૦૦ પડાવી લઇ ગુન્હો કરેલ હોય અને આરોપી આજદીન સુધી નાસતો ફરતો હતો. જેને લીલીયા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી પી.બી.ચાવડા તથા હેડ કોન્સ. જે.બી.જાની તથા ડ્રા. હેડ કોન્સ. વિનોદભાઇ વાઘેલા વિ. લીલીયા પોલીસ ટીમ દ્વારા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ચલાલામાં વિજજોડાણો કપાયા

ચલાલામાં પીજીવીસીએલ દ્વારા બે દિવસમાં ૧૧ લાખની વસુલાત સાથે પ૦ વીજ જોડાણો કાપી નાખ્યા છે. માર્ચ મહિનો શરૂ થતા જ પીજીવીસીએલ દ્વારા વસુલાત માટે ર૦ ટીમો બનાવી ત્રણ દિવસમાં ૧૧ લાખ જેવી વસુલાત કર્યાની સાથેની રકમ ન ભરનારના પ૦ જેટલા વીજ જોડાણો પણ કાપી નાખ્યા છે. આ અંગે નાયબ ઇજનેર એમ.પી.પરમારે ગ્રાહકોને નમ્ર અપીલ કરી છે કે વીજબીલની રકમ વહેલી તકે ભરપાઇ કરે જેથી વીજળીથી વંચીત રહેવું ન પડે અને દંડની રકમ ભરવી ન પડે તેથી સહકાર આપવા જણાવ્યું છે.

(1:41 pm IST)