Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ર૦રરની ધારાસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો સફાયો થઇ જશે : બાબરા ભાજપ આગેવાનો

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા. ૪:  બાબરા નગરપાલિકા તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત માં ભાજપ ના ઉમેદવારો નો જંગી બહુમતીથી વિજય થયો છે બાબરા નગરપાલિકા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપ નો ભગવો લહેરાયો છે નગરપાલિકા ની ૨૪ બેઠકો માથી ૧૮ બેઠક પર ભાજપના ઉમેદવારો વિજેતા થયા હતા  તાલુકા પંચાયતમા ૧૮ બેઠકમાથી ભાજપ ના ૧૦ ઉમેદવારો વિજેતા થયા હતા જેથી તાલુકા પંચાયત પણ ફરી થી ભાજપ પાસે આવી છે જ્યારે બાબરા તાલુકાની જીલ્લા પંચાયત ની ત્રણ સીટ માથી બે સીટ પર ભાજપની જીત થઇ છે મોટા દેવળીયા સીટ પર હીંમત ભાઇ દેત્રોજા અને કરીયાણા સીટ પર જોસના બેન નિતિનભાઈ રાઠોડ ની જીત થઇ હતી બાબરા શહેર અને તાલુકામાં જીલ્લા માં કોંગ્રેસ ના સુપડા ?સાપ થય? ગયા છે કોંગ્રેસ ના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર અને જેની બેન ઠુંમર ની બનાવેલી મંજબુત દિવાલ ધરાશાયી થઈ ગઇ છે

બાબરા ભાજપ ના વરિષ્ઠ આગેવાન બીપીનભાઇ રાદડિયા એ જણાવ્યું હતું કે આગામી ૨૦૨૨ની ધારાસભા ચુંટણી માં પણ કોંગ્રેસ નો સફાયો થઇ જશે

જીલ્લા ભાજપના મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા એ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત નાં ભાજપના ઉમેદવારો ને જંગી બહુમતીથી વિજય બનાવવા બદલ તમામ મતદારો નો આભાર માન્યો હતો તેમજ શહેર માં નગરપાલિકા ને કોંગ્રેસ મુકત કરી ફરીથી ભાજપ ની નગરપાલિકા બની છે ત્યારે સ્થાનિક લોકો નો ભાજપ ના વરિષ્ઠ આગેવાન બીપીનભાઇ રાદડિયા જીલ્લા ભાજપના ઉપ પ્રમુખ લલિતભાઇ આંબલીયા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા નરૂભાઇ ત્રિવેદી વસંત તૈરૈયા અંકુરભાઇ જસાણી કીરીટભાઇ પરવાડીયા  રશીકભાઇ ગોઝારીયા જગદીશભાઈ નાકરાણી વેપારી આગેવાન પ્રમોદભાઈ રૂપારેલિયા સહિત આગેવાનો એ શહેરની જનતાનો આભાર માન્યો હતો આવનાર દિવસોમાં બાબરા શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ફરી થી વિકાસ ના કામો અને લોક સુવિધાઓ ઉપલબ્ધ કરાય છે રીવરફ્રન્ટ સહિત કામો ચાલુ કરાશે ગત ટર્મ ની કથળેલી પરિસ્થિતિ થી લોકો મૂકત થયા છે તેમ બીપીનભાઇ રાદડિયા એ જણાવ્યું હતું.

(1:40 pm IST)