Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

પોરબંદરમાં રાજકીય દાવપેચમાં બંધ સરકારી શાળાઓ પુનઃ ચાલુ કરવા માગણી

વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ કારર્કીદી અને જીવન ઘડતરઃ માટે મુલ્યલક્ષી શિક્ષણ આપવામાં જૂની મીડલ સ્કુલ, તાલુકા શાળા તથા રામબા પ્રાથમિક શાળાઓનું મહત્વનું પ્રદાન હતુ

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૪ :..  શિક્ષણ શાળા તથા બાલ મંદિર કોઇપણ કારણ વગર બંધ કરી દેતા વર્તમાન પરિસ્થિતિને અનુસારી મધ્યમ વર્ગ તેમજ છેવાડાના તથા ઉચ્ચ  અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓના હકકો છીન્નવી લેતા, તેમજ રાઇટ યુ એજયુકેશનના કાયદાની  અવગણના કરેલી જણાય છે. જેથી તે સંબંધે ઘટતું કરવા એક વિસ્તૃત ફરીયાદ માનવ અધિકાર પંચને સીનીયર બે સીટીઝન્સ દ્વારા કરવામાં રજીસ્ટર એ. ડી. મોકલવામાં આવેલ છે.

આ ફરીયાદ સીનીયર સીટીઝન્સ નાગરીક પ્રાગજીભાઇ નાથાભાઇ તુંબડીયા, તથા હેમેન્દ્રકુમાર એમ. પારેખ દ્વારા માનવ અધિકાર પંચને સયુંકત સહી કરી રજીસ્ટર એ. ડી. થી મોકલવામાં આવતા માનવ અધિકાર અને ભારતના નાગરીકોને પોતાના હકકો બંધારણીય રીતે ભોગવવા થતા હોય જેથી જનહિતાર્થે  મોકલવામાં આવેલ છે. આ ફરીયાદ અરજીમાં જણાવેલ રાઇટ ટુ એજયુકેશન હકકો ઉચ્ચ વર્ગ તથા છેવાડાના ફુટપાથ પર રહેનાર ભારતના નાગરીક - મતદારોના બાળકને શિક્ષણનો હકક રાઇટ ટુ એજયુકેશનના કાયદા અનુસાર મળવા પાત્ર લાભો મળી રહે. અને રાજકિય દાવપેચમાં અને બંધ કરી દેવામાં આવેલ છે. તે પુનઃ શરૂ કરવા માટે ફરીયાદમાં દર્શાવવામાં આવેલ છે.

શહેરમાં છેલ્લા વીસ વરસથી શહેર મધ્યે આવેલ ૧૦૦ (એકસો) વરસ જુની એટલે કે એડમીનીસ્ટ્રેટર શાસનથી કાર્યરત બનેલ હેન્કોક મેમોરીયલ મીડલ સ્કુલ કે જેમાં અંગ્રેજી ધોરણ ૧ થી ધોરણ ૩ યાને ધોરણ પ થી ધોરણ ૭ સુધી વિદ્યાભ્યાસ કરવામાં આવતો આ શાળામાં વિદ્યાર્થીની સંખ્યા ૬૦૦ થી ૭૦૦ કે તેથી વધુ પ્રથમ શીફટમાં રહેતી કંઇક તેજસ્વી - બાળકો - વિદ્યાર્થી આ શાળામાં વિદ્યાભ્યાસ કર્મી. પોતાની કારર્કીદી બનાવી ભારત દેશમાં વિકાસનો ફાળો આપેલ છે.

રાજયના વખતની તાલુકા શાળા નં. ૧ ને પે. સેન્ટર શાળા તરીકે પણ તેની ઓળખ કરાતી. આ શાળા એસ. ટી. ડેપો સામે દરિયા કાંઠે કુદરતી વાતાવરણમાં આવેલ હતી. આ શાળામાં અભ્યાસ કરી ચુકેલ વિદ્યાર્થીનું જીવન ઘડતર થયેલ પછાત - અતિ પછાત અને ફુટપાથ પર રહેનાર નાગરીક કે છેવાડા - ઉચ્ચ વર્ગના બાળકોએ અભ્યાસ કરેલી ગયેલ અને જીવનના ઘડતરનો પાયો નાખેલ આ શાળામાં ૭૦૦ થી ૮૦૦ ની સંખ્યામાં એક શીફટમાં વિદ્યાર્થી અભ્યાસ કરતાં જુના રાજયના સમયની સવાસોથી વરસ જુની શાળા હતી. તે શાળા બંધ કરી શાળા જુનું. બિલ્ડીંગ રાજકીય કાળાથી જમીન દોસ્ત કરી હાલની જીલ્લા પંચાયત કચેરી કાર્યરત કરી બંધ કરી શિક્ષણક વિકાસમાં અવરોધ ઉભો કર્યો છે.

તાલુકા શાળા સામે આવેલ હનુમાન હોસ્ટેલ કે જે જીલ્લા પંચયાત ભાગ બેસે છે. તે પૂર્વ મહારાણી રૂપાળીબા બાલમંદિર કાર્યરત હતું. કમળી વયના બાળકોનું ભાવી ઘડતર ઘડવામાં આવતું બાલ મંદિર પ્રથમ નેશનલ હાઇવે ૮ (બી) મહાત્મા ગાંધી રોડ, હાલના રૂપાનીબા ગાર્ડન અને જુનું રૂપાળીબા તળાવ સામે આવેલ બિલ્ડીંગમાં કાર્યરત હતું.

પરંતુ તે બિલ્ડીંગમાં બાલુબા કન્યા વિદ્યાલય  રૂપાંતરીત કન્યા કેળવણી વિદ્યાભ્યાસ માટે કાર્યરત કરેલ અને બાલમંદિર હનુમાન હોસ્ટેલમાં ખસેડવામાં આવેલ તે પણ બાલમંદિર બંધ કરી દેવામાં આવેલ છે.

આ ઉપરાંત શહેરના હાઈ-વે રોડ ઉપર આવેલ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ કેમ્પસમાં રાખવા રામબા પ્રાથમિક શાળા જે કાર્યરત હતી. વિદ્યાર્થીની રામબા પ્રાથમિક શાળાથી શિક્ષણ માટે કાર્યરત હતી. વિદ્યાર્થીઓની સંખ્યા હતી. શાળાના શિક્ષકો દ્વારા છેવાડાના વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ માટે પોતાના ખર્ચે વાહન દ્વારા અભ્યાસ માટે બોલાવતા અને સગવડ કરી આપતી. રાજકીય મેલી મુરાદના કારણે આ શાળા બંધ કરી અને તેમા તાલુકા પંચાયત ઓફિસ જે જૂની હજુર કોર્ટમાંથી ખસેડી ત્યાં બેસાડવામાં આવી છે.

એમ.જી. રોડ હાથી બિલ્ડીંગ ગ્રીન સાયકલ ઉપરના ભાગે હાલ જલારામ ફરાળી સેન્ટર મુન પેલેસ હોટલ, જુજુ નટવર પેલેસ સિનેમા બિલ્ડીંગની બાજુમાં ભાટીયા ગૃહસ્થ દ્વારા ધોરણ ૧ થી ૨ના નાના વિદ્યાર્થીઓને માટે ખાનગી ટ્રસ્ટ રચી સરકારશ્રીને સોંપેલ છે અને મામલતદારશ્રી પોરબંદર તેનો વહીવટ કરે છે, ટ્રસ્ટી છે. આ શાળામાં પણ ૨૦ વર્ષ કરતા પણ વધુ સમયથી બંધ કરી દેવામાં આવેલ છે. આ શાળામાં ૨૫૦થી ૩૦૦ જેટલા બાળકો ભણતા હતા. મોટાભાગના છેવાડાના બાળકો હતા. આ ઉપરાંત તાલુકા શાળા નં. ૨ જે નવી નિશાળથી ઓળખાતી અને હાથી ટાંકા રોડ 'કંચન નિવાસ'માં કાર્યરત હતી. તેને પણ રાજકીય વ્યકિતઓના ઈશારે બંધ કરી દેવામાં આવેલ છે.

આ ઉપરાંત ૧૦૦ વર્ષ જૂની ભાવસિંહજી હાઈસ્કૂલની હાલત પણ અતિદયનીય બનાવી દીધેલ છે. સરકારશ્રી વતી જીલ્લા શિક્ષણ અધિકારી તેના સંચાલનમાં જીલ્લા પંચાયતના સંચાલનમાં આવે છે. આ શાળામાં પણ ઈરાદાપૂર્વક વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવેલ છે. જે સુવિધાઓ ભાવસિંહજી હાઈસ્કૂલમાં હતી, તે પણ બંધ કરી દેવામાં આવી છે. ફર્નિચર વિગેરે પણ નથી. શિક્ષક ગણનો પુરતો સ્ટાફ પણ નથી. લેબોરેટરી પણ નથી. એના સાધન સામગ્રી જે સ્ટેટના વખતથી હતા તેનુ અસ્તિત્વ રહ્યુ નથી.

ભાવસિંહજી હાઈસ્કૂલના ઉત્સવ ઉજવણી સમયે આ શાળામાં અભ્યાસ કરી ચુકેલ ભૂતપૂર્વ વિદ્યાર્થી ઈલેકટ્રીશ્યનના ધંધાર્થી સ્વ. ભોગીભાઈ પારેખ (સ્વ. બી. પારેખ) દ્વારા શાળાના રૂમે રૂમે લાઉડ સ્પીકર ફીટ કરેલ અને એમ્પ્લીફાયર વિગેરેની ભેટ આપેલી તેમજ પોરબંદર શ્રેષ્ઠી મીઠાના ઉદ્યોગપતિ સ્વ. ગુણવંતરાય કામદાર દ્વારા તેમના પુત્રની સ્મૃતિમાં મરફી રેડીયો વીથ ગ્રામોફોનની ભેટ આપેલી. મીડલ (મધ્ય ખંડ) હોલ હતો. લાયબ્રેરી-પુસ્તકાલય પણ આ ઉપરાંત સ્વ. વૃજકુંવરબેન હરજીનદાસ બ્રોકર એજ્યુ. સેલ હજુ તેનુ સંચાલન ભાવસિંહજી હાઈસ્કૂલને સોંપેલ. દરેક જ્ઞાતિના (વર્ગ) વિદ્યાર્થીઓને નવુ સત્ર શરૂ થાય ત્યારે વિનામૂલ્યે અભ્યાસ માટે પુસ્તકો આપવામાં આવતા. પાસ થનાર વિદ્યાર્થી કે પાસ નહીં થનાર વિદ્યાર્થીને વિનામૂલ્યે અભ્યાસ માટે આપવામા આવતા આજે તેની કોઈ વ્યાખ્યા મળતી નથી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સ્વ. વ્રજકુંવરબેન એજ્યુ. ટ્રસ્ટ પદ્મશ્રી સ્વ. ગુલાબભાઇ  બ્રોકર (લઘુવાર્તા-લેખક) તેમજ સ્વ. પ્રાણજીવનદાસ (મનચ્છુ શેઠ) બ્રોકરના માતુશ્રી થાય.

રાઈટ-ટુ-એજ્યુકેશનના હક્કોનો લાભ મળતો નથી.   સરકાર શિક્ષણ પ્રત્યે મગરના આંસુ પાડે છે, પરંતુ સરકારી શાળાઓનો મૃત્યુઘંટ વગાડી રહી છે. સરકારી શાળાઓ કાર્યરત રાખવી નથી. ખાનગી શાળાઓને ટ્રસ્ટોને માન્યતા આપી ધંધાકીય શરૂઆત કરેલ જણાય છે. ઉચ્ચ વર્ગથી લઈ છેવાડાના ફુટપાથ ઉપર  સુતા નાગરિકોના  નાગરિકોના બાળકોને વિના મુલ્યે શિક્ષણ મળે નહીં અને વંચિત રહે નહીં. લાભાર્થી વિદ્યાર્થી અને વાલીઓને મુરખ બનાવવા શિક્ષણ મફત છે અને કાયદાનો લાભ ઝંઝવાતા જળની જેમ છેતરે છે. મુરખ બનાવે છે. સરકારી શાળા પાસે વિશાળ ક્ષેત્રમાં જમીનો જે શાળા પાસે છે. તે જમીનો રાજયે વિદ્યાર્થી આરોગ્ય-તંદુરસ્તીને ધ્યાનમાં રાખી જળવાય તે રીતે શાળાને વ્યાયામ (યોગ) રમત ગમતના ચોકકસ હેતુ માટે શાળા બનાવવાની વખતે અનામત રાખેલ. વિશાળ જમીન શાળાઓ પાસે છે આ જમીન પર રાજકિય માફીયાનીઓની નજર મંડાયેલ છે. કિંમતી બિલ્ડીંગને રીનોવેશન કરવુ નથી. ખંઢેર બનાવી તેનો કાટમાળ રફેદફે કરી નાખી રાજકીય વગ ધરાવતા વ્યકિત અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી આ શાળામાં વિદ્યાભ્યાસ માટે વિદ્યાર્થીઓ મળતા નથી. પુરતી સંખ્યા થતી નથી. તેથી બંધ કરવી પડી છે. જયારે ખાનગી ટ્રસ્ટ સંચાલીત શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા બે શીફટ ઉપરાંત ત્રીજી શીફટ શરૂ કરાય તેટલી મળે છે. ફુટપાથ - પરથી રહેનાર અને ઘંટીના બે પડતી વચ્ચે પીસાતો મધ્યમ વર્ગના બાળકોને વિદ્યાભ્યાસ માટે તગડી કમ્મરતોડ ફી ભરવી પડે છે. વાલીઓએ કરજ કરવું પડે છે. ઉંચુ વ્યાજ ચુકવવામાં જીંદગી પુરી કરી નાખે છે. તો પણ મુદુલ સુમની વસુલાત વ્યાજખોર ઉભી રાખી વ્યાજ વસુલી કરે છે. કયારેક વાલી અપ્રિય ઘટનામાં જીવ પણ ગુમાવે છે. જે કેટલાક અવાર નવાર સરકારને ચોપડ પોલીસ દફતરે સમાચાર માધ્યમથી બહાર આવે છે.

સરકાર સાથે સંકળાયેલ રાજકીય માફીયાઓની સાંઠગાંઠથી આ શાળાઓ પુનઃ શરૂ કરવામાં હિચકિચાટ અનુભવાય છે. જેના કારણ ભારતના નાગરીકોને બંધારણ્ય હકક જે મળેલ છે. સરકારે ઘડેલ અમલમાં આવેલ રાઇટ ટુ એજયુકેશનના કાયદાનો લાભ મળતો નથી. સરકારી શાળાઓ ખંઢેર બનાવી ફર્નીચર, બારી - બારણાઓ ભારોટ પીઢયા વગેરે રફેદફે કરી   વહેંચવાનું એક ષડયંત્ર ચર્ચીત બન્યુ છે.  શાળાઓનું અસ્તીત્વ મિટાવી દેવામાં આવી રહેલ છે.

આ શાળાઓ જે બંધ કરાયેલ છે. તે પુનઃ શરૂ કરાવવા માટે માનવ અધિકાર પંચ પાસે નાગરીકો - માનવ અધિકારનું પાલન કરાવવા બંધ શાળાઓ પુનઃ શરૂ કરવા કરાવવા રાઇટ ટુ એજયુકેશનનો લાભથી વંચિત વિદ્યાર્થી કે તેના વાલી રહે નહીં જેથી કાયદાનું - અધિકારનું પાલન કરાવવા માટે આ ફરીયાદ માનવ અધિકાર પંચમાં રજૂ કરવામાં આવી છે.

જે માનવ અધિકારને હકુમતમાં છે. માનવ અધિકાર પંચ આ બાબતને ગંભીર ગણે ન્યાય આપે. તેવી માગણી થઇ છે.

માનવ અધિકારી પંચને રજૂઆત અરજીમાં સામાવાળા તરીકે સરકાર હસ્તે શિક્ષણ સચીવશ્રી ગાંધીનગર જીલ્લા વિકાસ અધિકારી જીલ્લા શિક્ષણા અધિકારી જીલ્લા કલેકરટ, શ્રી જીલ્લા શિક્ષણાધિકારી પ્રાથમિક જીલ્લા પંચાયત કચેરી બાલ મંદિરવાળું મકાનને ફરીયાદમાં દર્શાવવામાં આવેલ છે.

(1:39 pm IST)
  • સુરતમાં નાના વરાછાની શાળાના ધોરણ 7ના 5 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત : પ્રાથમિક વિભાગ 14 દિવસ પૂરતો બંધ કરવામાં આવ્યો access_time 10:23 am IST

  • સુરતમાં નાના વરાછાની શાળાના ધોરણ ૭ના ૫ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત : પ્રાથમિક વિભાગ ૧૪ દિવસ પૂરતો બંધ કરવામાં આવ્યો access_time 10:34 am IST

  • ટેક્સ બચાવવા વાળા પર સરકારની છે બાજનજર : પકડાઈ જશો તો 10 વર્ષની જેલ અને 300 ટકા દંડ :કાળાનાણાં સામે ઇન્કમટેક્સ વિભાગ કરશે કાર્યવાહી : બ્લેકમની કાયદા હેઠળ 400થી વધુ લોકો સામે કાર્યવાહી કરવા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની તૈયારી access_time 12:24 am IST