Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

હળવદ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો : તાલુકા પંચાયતની ૨૦ પૈકી ૧૬ બેઠકો ભાજપને, ૩ કોંગ્રેસને અને એક બેઠક અપક્ષને

 (દિપક જાની દ્વારા) હળવદ તા. ૪ : તાલુકા પંચાયતની મતગણતરીમાં ૨૦ બેઠકો પૈકી ભાજપે ૧૬ બેઠકો ઉપર જીત મેળવી છે અને કોંગ્રેસને માત્ર ૩ બેઠકો ઉપર જ જીત મેળવી સંતોષ માનવો પડ્યો છે હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક અપક્ષને ફાળે ગઈ છે.નોંધનીય છે કે ગત ચૂંટણીમાં હળવદ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો કોંગ્રેસે કબ્જે કરી હતી પરંતુ આ વખતે જિલ્લા પંચાયતની એકમાત્ર ટીકર બેઠક કોંગ્રેસ જાળવી શકી છે. આમ હળવદ તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનો ભગવો લહેરાયો છે.

હળવદ તાલુકા પંચાયતમાં વર્ષ ૨૦૧૫માં ૧૨ બેઠક સાથે સતા સ્થાને બેસનાર કોંગ્રેસને અઢી વર્ષના શાસનમાં જ આંતરિક કલહને કારણે બળવો થતા બે સભ્યો ભાજપમાં ભળી જતા ભારતીય જનતા પાર્ટીએ સત્તાના સૂત્રો સાંભળી લીધા હતા બાદમાં કોંગ્રેસના ધારાસભ્ય પણ ભાજપમાં ભળી જતા હળવદ તાલુકામાં કોંગ્રેસનો રકાસ થયો હોવાનું આવેલા પરિણામ ઉપરથી સ્પષ્ટ બન્યું છે.

હળવદ તાલુકા પંચાયતની તમામ બેઠકના વિજેતા ઉમેદવારોના પરિણામ નીચે મુજબ છે.

૧-અજીતગઢ-દયાબેન હરેશભાઇ કુુરીયા-ભારતીય જનતા પાર્ટી-૧૮૦૪-ચુંટાયેલ

૨-ચરાડવા-શાંતાબેન માવજીભાઇ માકાસણા-અપક્ષ-૧૯૫૬-ચુંટાયેલ

૩-ચુંપણી-ગૌરીબેન હેમુભાઇ કોળી-ભારતીય જનતા પાર્ટી-૧૩૨૨-ચુંટાયેલ

૪-દિઘડીયા-બળદેવભાઇ કમાભાઇ કાંજીયા-ભારતીય જનતા પાર્ટી-૧૮૧૧-ચુંટાયેલ

૫-ઘનશ્યામપુર-લીલાપરા નીરુબેન ભુપતભાઇ-ભારતીય જનતા પાર્ટી-૧૨૯૬-ચુંટાયેલ

૬-ઇશનપુર-પરમાર દિપકભાઇ તેજાભાઇ-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-૧૯૧૭-ચુંટાયેલ

૭-જુના દેવળીયા-પ્રવિણભાઇ માવજીભાઇ સરાવાડીયા-ભારતીય જનતા પાર્ટી-૨૦૨૮-ચુંટાયેલ

૮-કડીયાણા-રમેશભાઇ કાંતિલાલ ઝીંઝૂવાડિયા-ભારતીય જનતા પાર્ટી ૨૦૩૨-ચુંટાયેલ

૯-કવાડીયા-ગણેસીયા ભરતભાઇ દેવજીભાઈ-ભારતીય જનતા પાર્ટી-૧૪૦૩-ચુંટાયેલ

૧૦-માલણીયાદ-મનસુખભાઇ હરજીભાઇ કણઝરીયા-ભારતીય જનતા પાર્ટી-૨૫૪૯-ચુંટાયેલ

૧૧-માથક-બકુબેન નાનુભાઇ પઢીયાર-ભારતીય જનતા પાર્ટી-૧૪૬૦-ચુંટાયેલ

૧૨-મયુરનગર-ઝાલા હર્ષાબા ધર્મેન્દ્રસિંહ -ભારતીય જનતા પાર્ટી-૩૦૭૩-ચુંટાયેલ

૧૩-નવા દેવળીયા-રેખાબેન મનસુખભાઇ પટેલ-ભારતીય જનતા પાર્ટી-૨૧૫૯-ચુંટાયેલ

૧૪-નવા ઘનશ્યામગઢ-કોકીલાબેન ધીરજલાલ માકાસણા-ભારતીય જનતા પાર્ટી-૧૭૯૧ -ચુંટાયેલ

૧૫-રણમલપુર-અસ્મિતાબેન અતુલભાઇ વરમોરા-ભારતીય જનતા પાર્ટી ૨૭૪૪-ચુંટાયેલ

૧૬-રણછોડગઢ-નેહાબેન સુરેશભાઇ સિહોરા-ભારતીય જનતા પાર્ટી-૧૫૪૧-ચુંટાયેલ

૧૭-રાણેકપર-અનીલભાઇ હેમુભાઇ બાબરીયા-ભારતીય જનતા પાર્ટી ૧૬૩૩-ચુંટાયેલ

૧૮-રાતાભે-નિલેશભાઈ ધનજીભાઈ ગામી-ભારતીય જનતા પાર્ટી-૨૫૫૦-ચુંટાયેલ

૧૯-સાપકડા-ઝાલા મહિપાલસિંહ રાજેંન્દ્રસિંહ-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-૧૬૧૩-ચુંટાયેલ

૨૦-ટીકર(રણ)-પટેલ વાસુદેવભાઇ ભીખાભાઇ–ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-૨૫૨૭-ચુંટાયેલ છે.

(1:36 pm IST)