Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ભાવનગર જીલ્લામાં નવા ૧૪ કોરોના કેસ

ભાવનગર, તા.૪: જિલ્લામા નવા ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૨૦૫ થવા પામી છે. શહેરી વિસ્તારમા ૭ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૧૦ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં તળાજા તાલુકાનાં કુંઢેલી ગામ ખાતે ૧, સિહોર તાલુકાનાં થોરડી ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧ તેમજ ગારીયાધાર તાલુકાનાં માનવિલાસ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

મહાનગરપાલિકા વિસ્તારમા ૬ અને તાલુકાઓમાં ૭ કેસ મળી કુલ ૧૩ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૬,૨૦૫ કેસ પૈકી હાલ ૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(1:36 pm IST)