Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

પારડીમાં પારકા ડખ્‍ખામાં વચ્‍ચે પડતા સિકંદરને છરી ઝીંકાઇ

રાજકોટ તા. ૪: શાપરના પારડી ગામે શિતળા માતાજીના મંદિર પાસે રહેતાં અને કારખાનામાં કામ કરતાં સિકંદર ભીમરાજ પાસવાન (ઉ.વ.૨૮) નામના મુળ બિહારના યુવાનને સાંજે ઘર નજીક અરૂણ, અમિત અને શૈલા નામના શખ્‍સોએ ઢીકાપાટુનો માર મારી છરીથી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં શાપર પોલીસને જાણ કરાઇ હતી.

સિકંદરના સગા સુનિલના કહેવા મુજબ અરૂણ સહિતના શખ્‍સો ભોલા નામના શખ્‍સ સાથે માથાકુટ કરવા આવ્‍યા હતાં આ વખતે દેકારો થતાં સિકંદર ત્‍યાં ગયો હતો અને શું થયું? તેમ પુછતાં એ લોકોએ તું શું વચ્‍ચે પડયો કહી ગાળ દેતાં ગાળ બોલવાની  ના પાડતાં તેના પર હુમલો થયો હતો.

(12:12 pm IST)