Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

જામજોધપુર પંથકમાં થાંભલા સાથે કાર અથડાતા મહિલાનું મોત

જામનગરમાં શેરીમાં પાણી કાઢવા બાબતે મહીલાઓ બાખડી

જામનગર, તા.૪ : લાલપુર પોલીસ સ્‍ટેશનમાં જાગૃતિબેન નાથાભાઈ રૂપાભાઈ વાઘેલા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી જાગૃતિબેનની માતા આરોપી નાથાભાઈ રૂપાભાઈ વાઘેલા, રે. સમાણા ગામવાળાએ મોટી વેરાવળ પાટીયાથી પીપરટોડા જતા રસ્‍તા ઉપર  પોતાની આઈ-ર૦ મોટરકાર જેના રજી.નં.જી.જે.-૧૦-ડી.ઈ.-૧૭૦૦ની પુર ઝડપે ચલાવી સીમેન્‍ટના થાંભલા સાથે કાર ભટકાડી દેતા કાર રોડથી નીચેના ભાગે ઉતરી જતા ઈજા પામનાર પુષ્‍પાબેન નાથાભાઈ વાઘેલા, ઉ.વ.૪પ નુંસારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામેલ છે.

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં રૂબીનાબેન સબીરભાઈ અબ્‍દુલભાઈ નાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, જોડીયા ભુંગા ગામે બાબુભાઈની દુકાનની બાજુમાં રોશનબેન ઈકબાલભાઈ નાગીયા, સરીફાબેન રમજાનભાઈ નાગીયા, હલીમાબેન ઓસમાણભાઈ સમેજા એ ફરીયાદી રૂબીનાબેન સાથે શેરીમાં પાણી ન કાઢવા બાબતે બોલાચાલી કરી ગાળો કાઢી આરોપી રોશનબેન એ લાકડાના ધોકા વડે ફરીયાદી રૂબીનાબેના કપાળના ભાગે ઈજા કરી તથા આરોપી રોશનબેન ઈકબાલભાઈ નાગીયા, સરીફાબેન રમજાનભાઈ નાગીયા એ ફરીયાદી રૂબીનાબેન સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો મારમારી ફરીયાદી રૂબીનાબેનના શરીરે મુંઢ ઈજા કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

દારૂ સાથે ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કન્‍સ. દેવેનભાઈ નરેન્‍દ્રભાઈ ત્રિવેદી એ ફરીયાદ નોંધાવી છે કે, સોનાપુરી પાસે, વ્‍હોરાના હજીરા પાસે, આરોપી અઝીઝ હાજીભાઈ ખફી, દારૂની બોટલો નંગ-રર, કિંમત રૂા.૧૧,૦૦૦/- ના મુદામાલ પોતાના કબ્‍જામાં રાખી ઝડપાઈ ગયેલ છે. આ દારૂનો જથ્‍થો પુરો પાડનાર નવાઝ ઉર્ફે ટાઈગર ફરાર થઈ ગયેલ છે.

બે બાઇકની ઉઠાંતરી

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં અમીતભાઈ શામજીભાઈ રાબડીયા એ ફરીયાદ નોંધાવી છેકે, શરૂ સેકશન રોડ, માસ્‍તર સોસાયટી, ગોકુલધામ એપાર્ટમેન્‍ટની બાજુમાં ફરીયાદી અમીતભાઈની હિરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.૧૦-સી.કે.-૧૯૬૪ ના મોડલ વર્ષ ર૦૧૬ નું જેની કિંમત રૂા.રપ,૦૦૦/- કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં અશોકભાઈ કાંતીલાલ નીમાવત એ ફરીયાદ નોંધાવી છે કે, શંકર ટેકરી ઉધોગમાં રામકૃપા એન્‍જીનયરીંગ કારખાના બહાર ફરીયાદી અશોકભાઈએ પોતાનું બ્‍લેક કલરનું બ્‍લુ પટ્ટાવાળું હોન્‍ડા સ્‍પેલન્‍ડર મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.-૧૦-પી.-૪૭૬પ જેની કિંમત રૂા.૧પ,૦૦૦/- નું પાર્ક કરી કારખાના અંદર કામ કરતા હતો તે મોટરસાયકલ કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(12:04 pm IST)