Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઢાંક-૧માં કોંગ્રેસ, ઢાંક-ર માં ભાજપ વિજયી

(પી.આઇ. ગોસ્વામી દ્વારા) ઢાંક, તા. ૩ :  ઉપલેટા તાલુકા પંચાયતની સ્થાનિક ચૂંટણીમાં ઢાંક-૧માં રસ્મિતાબેન શાંતિલાલ પાનસેરીયા કોંગ્રેસ પક્ષ તરફથી વિજયી થયા છે. તેમજ ઢાંક-ર માં નીતાબેન લાખાભાઇ વારગીયા ભાજપ પક્ષ તરફથી વિજય થયેલા છે. ઉપલેટા તાલુકામાં આવેલા જીલ્લા પંચાયતની મોટીપાનેલી સીટ ઉપર કોંગ્રેસના મીરાબેન જતિનભાઇ ભાલોડીયા તેમજ નાગવદરની સીટ ઉપર ઉભેલા કોંગ્રેસના ઉમેદવાર ચેતનાબા જયદેવસિંહ વાળા અને ઢાંક-રની શીટ ઉપર વિજય થયેલા કોંગ્રેસના ઉમેદવાર રસ્મિતાબેન શાંતિલાલ પાનસેરીયા અને મોટી પાનેલી-રના કોંગ્રેસના હર્ષબેને મનોજભાઇ ઝાલાવાડીયા સહિતના વિજયી થયેલા ઉમેદવારો ઢાંકના સિધ્ધિ વિનાયક ગણેશ મંદિર દર્શન કરવા આવેલા હતા ઢોલ-નગારા સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિજેતા ઉમેદવારોનું સ્વાગત કર્યુ હતંુ અને પાંચ વર્ષ સુધી પ્રજાના સેવાના કાર્યો કરવા માટે લોકોને વિશ્વાસ આપેલ છે. તેમજ ઉમેદવારોએ વિજયી બનાવવા બદલ પ્રજાનો આભાર વ્યકત કરેલ છે.

(11:51 am IST)
  • ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક : કેરળ,પુડુચેરી અને તામિલનાડુની સીટ માટે ચર્ચા થશે :પાર્ટી તબક્કાવાર ઉમેદવારોના નામની કરશે જાહેરાત : પશ્ચિમ બંગાળના ઉમેદવારોની યાદી સોમવાર બાદ જાહેર થવા સંભવ :બંગાળ વિધાનસભાના 60 ઉમેદવારોના નામ ફાઇનલ થઇ ચુક્યાનું મનાય છે access_time 12:31 am IST

  • સુરતમાં નાના વરાછાની શાળાના ધોરણ 7ના 5 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત : પ્રાથમિક વિભાગ 14 દિવસ પૂરતો બંધ કરવામાં આવ્યો access_time 10:23 am IST

  • કોંગ્રેસના સ્ટાર પ્રચારકની ભૂમિકામાં આવી પ્રિયંકા : દાદી ઈન્દિરા ગાંધી લોકો સાથે હળીમળી જવામાં માહિર : અસમથી પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી : અન્ય રાજ્યોમાં તેમનો કાર્યક્રમ પણ ઘડાઈ છે : કોંગ્રેસના નબળા સમયે અને સતત પાર્ટીના ધોવાણ થતા સાથે કાર્યકરોની પણ નારાજગી વખતે પણ પ્રિયંકામાં જોમ જુસ્સો યથાવત :મુશ્કેલીના સમયે પાર્ટીની ઢાલ બની ઉંભરતી પ્રિયંકાની ખાસિયતમાં દેખાય છે ઇન્દિરા ગાંધીજીની ઝલક access_time 12:32 am IST