Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

વાંકાનેરનાં તિથવામાં સ્વયંભુ શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી ઉજવાશે

વાંકાનેર,તા. ૪: જડેશ્વર રોડ ઉપર વાંકાનેર તાલુકાના તીથવા મુકામે આવેલ પાંચ હજાર વર્ષે પુરાણુ એતાસિક પ્રાચીન મંદિર 'શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિર' ખાતે મહા શિવરાત્રીના પાવન પુણ્યશાળી અવસરે શ્રી ભંગેશ્વર મહાદેવદાદાના પાવન સાનિધ્યમાં મહા શિવરાત્રી ની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે, શ્રી ભંગેશ્વર મહાદેવ, તેમજ શ્રી ભીમેશ્વર મહાદેવ મંદિર બને મંદિરોમાં વહેલી સવારના મંગળા આરતી , તેમજ શ્રી ભંગેશ્વર મહાદેવદાદા ના મંદિરમાં રૂદ્રી અભિષેક મહા પૂજા , ભકિતમય ના દિવ્ય માહોલમાં કરવામાં આવશે જેમાં મંદિરના પ્રમુખ અને જાણીતા ઉધોગપતિ શ્રી હંસરાજબાપા હાલપરા તેમજ તેમનો પરિવાર બેસસે, આ ઉપરાંત સવારના નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યાં સુધી લીલા લહેર ધૂન મંડળ, મોરબીના ભાવિક ભકતજનો દ્વારા, ધૂન મંડળ દ્વારા ભકતજનો દ્વારા સામૂહિકમાં સત્સંગહોલમાં ધૂન , સંકીર્તન , ભજનનો કાર્યક્રમ રાખેલ છે. તેમજ બને શિવ મંદિરમાં વિશેષ પૂજન , રાત્રીના ચારેય પોરની મહાઆરતી કરવામાં આવશે.

રાત્રીના નવ વાગ્યાથી 'સંતવાણી'નો કાર્યક્રમ રાખેલ છે શ્રી ભંગેસ્વર મહાદેવ મંદિર ના પ્રમુખ અને આ મંદિર માટે કાયમ જેમનો સહયોગ હોય છે શ્રી હંસરાજબાપા હાલપરા તેમજ પૂજારી શ્રી હરિદાસબાપુએ આ મંદિરનો ટૂંકમાં ઇતિહાસ જણાવેલ હતો.

અનેક સેવાકીય , પ્રવૃત્ત્િ।ઓ ધાર્મિક પ્રસંગો ભાવિક ભકતજનો દ્વારા શ્રાવણમાસમાં પણ અહીંયા અનેક ધાર્મિક કાર્યક્રમો આખો માંસ ભંડારા પણ યજમાનો , સેવકો દ્વારા થાય છે , હંસરાજબાપાનો જન્મદિવસ તા. ૧૩ / ૪ / ૪૧ ના છે જેથી દર મહિનાની ૧૩ મી તારીખે શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિર, તીથવા મુકામે સવારથી શ્રી ભંગેશ્વર મહાદેવદાદાના પાવન સાનિધ્યમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે , જેમાં દર મહિનાની તેરમી તારીખે સવારના નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યાં સુધી  'લીલા લહેર મોરબી ધૂન મંડળ' ના ભકતજનો દ્વારા સામુહિકમાં પ્રાર્થનાહોલ માં ભકિતમય ના દિવ્ય વાતાવરણ માં 'ધૂન , સંકીર્તન , નો કાર્યક્રમ યોજાય  છે.

(11:47 am IST)