Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

પોરબંદરની સોની બજારમાં રસ્તા વચ્ચે પાણી

 પોરબંદર : સોની બજારમાં રતીભાઇ જ્વેલર્સથી જીતેન જ્વેલર્સ પાસે પાણીનું ખાબોચિયુ ભરાયું હતુ જેથી પસાર થતા રાહદારીઓ આ પાણી ભરાયેલ ખાબોચિયાથી કંટાળીને રાહદારીઓની સોનીના ઓટલાને પસાર કરી ને જતા હતા. અનેક વખત રજુઆત કરતા હોવા છતા પણ ધ્યાન અપાતુ નથી. રસ્તા વચ્ચે ભરાયેલા પાણીની તસ્વીર. (તસ્વીરઃ સ્મીત પારેખ ઓખા)

(11:43 am IST)
  • બ્રાઝિલ અને અમેરિકામાં ફરી કોરોના કેસોમાં ઉછાળો આવ્યો: ભારતમાં પણ અચાનક કેસો વધીને ૧૭ હજારને વટી ગયા: બ્રાઝિલમાં ૭૪ હજાર: યુએસએમાં ૬૬ હજાર: ફ્રાન્સ ૨૬ હજાર: ઈટાલી ૨૦ હજાર: ભારત ૧૭ હજાર નવા કેસ, ૮૯ નવા કેસ, ૧૪ હજાર સજા થાય, ગઈ રાત સુધીમાં ૧૫ હજાર નવા કેસ નોંધાયેલ: જર્મની અને રશિયા ૧૦ હજાર: ઇંગ્લેન્ડ ૬ હજાર, કેનેડા ૨૮૦૦: યુનાઇટેડ આરબ અમીરાત ૨૭૦૦, સાઉદી અરેબિયા ૩૩૧: જ્યારે ચીનમાં ૧૦ ઓસ્ટ્રેલિયા ૧૧ અને હોંગકોંગમાં ૧૪ નવા કોરોના કે આજ સવાર સુધીમાં નોંધાયા છે access_time 10:53 am IST

  • ટેક્સ બચાવવા વાળા પર સરકારની છે બાજનજર : પકડાઈ જશો તો 10 વર્ષની જેલ અને 300 ટકા દંડ :કાળાનાણાં સામે ઇન્કમટેક્સ વિભાગ કરશે કાર્યવાહી : બ્લેકમની કાયદા હેઠળ 400થી વધુ લોકો સામે કાર્યવાહી કરવા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની તૈયારી access_time 12:24 am IST

  • સુરતમાં નાના વરાછાની શાળાના ધોરણ ૭ના ૫ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત : પ્રાથમિક વિભાગ ૧૪ દિવસ પૂરતો બંધ કરવામાં આવ્યો access_time 10:34 am IST