Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

પોરબંદર જિલ્લામાં હવામાં પ્રદુષણ ફેલાવતા વાહનો સામે કાનૂની કાર્યવાહી કરવા માગણી

પોરબંદર તા. ૪ :.. જિલ્લામાં ધ્વની અને હવા પ્રદુષણ ફેલાવતા વાહનો સામે કાનુની કાર્યવાહી કરવા બાબતે ભારતીય કિશાન સંઘ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી છે.

પોરબંદર જીલ્લાના ત્રણે તાલુકાઓના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો મોટર સાયકલ બુલેટ કે મોટર કાર જો તે આર. ટી. ઓ. અને પોલીસના નીયમો કાયદા કાનુન વિરૂધ્ધના હોય અને હવા કે ધ્વની પ્રદુષણ ફેલાવતા હોય. સમાજના સામાન્ય નાગરીકો માટે તે આફત રૂપ કે કે ભયરૂપ હોય એવા તમામ વાહનો જે કંપની ફીટીંગ સિવાયના સાયલેન્સર, કે હોર્ન હોય. નીતિ નિયમ કાનુન વિરૂધ્ધના ગેરકાયદેસર હોય તેવા તમામ વાહનો સામે કાનુની કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવેલ છે.

(11:42 am IST)