Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ઘોઘા પોલીસ મથકના પીએસઆઈ પી.આર.સોલંકીને ફરજ મોકૂફ કરાયા

વિધાનસભા સુધી ગાજેલ મામલાનો પડઘો...રેન્જ વડા અશોક કુમાર યાદવના આદેશથી ત્વરિત કાર્યવાહી : ફરજમાં બેદરકારી દાખવવા બદલ ભાવનગર એસપી જયપાલસિંહ રાઠોર દ્વારા આકરું પગલું લેવાયું

 રાજકોટ તા.૪,  ભાવનગર રેન્જ હેઠળના ઘોઘા પોલીસ મથકના પએસઆઈ પી. આર.સોલંકીને તેમના સામે ફરજમાં ગંભીર બેદરકારી તથા એટ્રો સિટી ફરિયાદ સંદર્ભે ફરિયાદી દ્વારા થયેલ ગંભીર પ્રકારના મામલામાં અંતે ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે.જે કાર્યવાહી ભાવનગર પોલીસ અધીક્ષક દ્વારા થયેલ છે.   

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર ગત  તા.૩-૩-૨૦૨૧ના રોજ ઘોઘા પો.સ્ટે. ગુ.ર.નં .૧૧૧૯૮૦૨૦૨૧૦૧૬૦ ઇ.પી.કો. કલમ-૧૬૬, ૫૦૪ તથા એકટ કલમ-૪ (૧) મુજબના ગુન્હાની ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી. જે ફરીયાદમાં ફરીયાદીએ કરેલ આક્ષેપ બાબતે ઘોઘા પો.સ્ટે. ના પોલીસ સબ ઇન્સપેકટર શ્રી પી.આર.સોલંકીનાઓએ તેમની ફરજમાં થાણા અધિકારી તરીકે તેઓ વિરૂધ્ધ થયેલ ગંભીર પ્રકારના આક્ષેપો/ રજુઆત અન્વયે જે તે સમયે ઉંડાણપૂર્વક તપાસ ન કરી/ કરાવી અરજદારની રજુઆત સંદર્ભે જરૂરી કાર્યવાહી સમય મર્યાદામાં નહિ કરી થાણા અધિકારી તરીકેની પોતાની ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ જેથી તેઓને ફરજ પ્રત્યેની નિષ્કાળજી દાખવવા બદલ પોલીસ અધિક્ષકની ભાવનગરનાઓ દ્વારા શ્રી પી.આર. સોલંકીને તાત્કાલીક અસરથી ફરજ મોકુફ (suspend)કરી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(11:38 am IST)