Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

જુનાગઢના વોન્ટેડ આરોપીને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો

રાજકોટ તા. ૪: જુનાગઢના મારામારીના ગુન્હમાં વોન્ટેડ આરોપીને રૂરલ ક્રાઇમ બ્રાંચે જેતપુરમાંથી ઝડપી લીધો હતો.

વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસ.પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ.એ.આર. ગોહિલ તથા પી.એસ.આઇ. વીેઅ.મ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ એલસીબીનો સ્ટાફ જેતપુરમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે જુનાગઢ તાલુકા પોલીસ મથકના મારામારીના ગુન્હાનો છ માસથી વોન્ટેડ આરોપી કિશોર ઉર્ફે ભુરો કરમશીભાઇ સોલંકી રે. સરગવડા ગામ તા. જુનાગઢને જેતપુર જુનાગઢ રોડ ઉપરથી પકડી પાડી જુનાગઢ પોલીસના હવાલે કર્યો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. સંજયભાઇ પરમાર, નિલેશભાઇ ડાંગર, શકિતસિંહ જાડેજા, પો.કો. નારણભાઇ પેથાણી તથા કૌશિકભાઇ જોષી સહિતનોસ્ટાફ જાડાયો હતો.

(11:37 am IST)