Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

જૂનાગઢની નોબલ એમબીએ કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીએ રાષ્‍ટ્રીય કક્ષાની રિસર્ચ કોન્‍ફરન્‍સમાં મેળવ્‍યું દ્વિતીય સ્‍થાન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૪: તા. ૨/૩/૨૦૨૧ જૂનાગઢના ભેસાણ રોડ પર સ્‍થિત નોબલ ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટિટયુશન્‍સના એમબીએ ડિપાર્ટમેન્‍ટના પ્રોફેસર નિશિત સાગોટીયા અને એમબીએ સેમેન્‍ટર ૧માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી ભાવિક રાઠોડએ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ શ્રી વૈષ્‍ણવ ઇન્‍ટિટયુટ ઓફ મેનેજમેન્‍ટ ઇન્‍દોર આયોજિત નેશનલ લેવલની રિસર્ચ કોન્‍ફરન્‍સમાં પોતાનું રિસર્ચ પેપરની રજુઆત કરીને દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું છે.

આ રિસર્ચ કોન્‍ફરન્‍સમાં તમામ રાજ્‍યોની કોલેજોમાંથી ૮૦ જેટલા પ્રતિસ્‍પર્ધીઓએ ભાગ લીધો હતો. જેમાં નોબલ ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટિટયુશન્‍સની પ્રોફેસર અને વિદ્યાર્થીએ ‘નેશનલ એજ્‍યુકેશન પોલીસ ૨૦૨૦ના અમલીકરણ' વિષય પર રિસર્ચ પેપર રજુ કર્યું હતું અને આ રિસર્ચ પેપર યુનિવર્સિટી ગ્રાન્‍ટ કમિશન (યુજીસી)ની જર્નલમાં પણ પ્રકાશિત કરવામાં આવશે. પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીમાં સંશોધન અને વિકાસની સ્‍કિલ વિકસાવવા આ અનોખો પ્રયાસને સંસ્‍થાના ટ્રસ્‍ટી મંડળે બિરદાવ્‍યું છે.

(10:45 am IST)