Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

કચ્છમાં ભૂકંપના ૩ આંચકાઃ મોરબીમાં પણ ધરા ધ્રુજી

વહેલી સવારે ૩.૯ની તિવ્રતાના ધરતીકંપથી લોકોમાં ફફડાટઃ લાં...બા સમય પછી સૌરાષ્ટ્ર-કચ્છમાં આંચકાથી લોકોમાં ચિંતા

રાજકોટ, તા. ૪ : ઘણા લાંબા સમય પછી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયુ છે કે ગઈકાલે બુધવારે બપોરે ૪.૧૩ વાગ્યે મોરબીથી દક્ષિણ દિશા તરફ ૨.૧ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જા કે તિવ્રતા ઓછી હોવાથી લોકોને ખાસ અનુભવ થયો ન હતો, પરંતુ લાંબા સમય પછી ભૂકંપ આવતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે.

આ ભૂકંપ બાદ કચ્છના ખાવડાથી ૨૩ કિ.મી. દૂર પૂર્વ દિશા તરફ ગઈકાલે રાત્રીના ૯.૦૮ વાગ્યે ૧.૪ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ત્યાર બાદ રાત્રીના ૧૧.૨૮ વાગ્યે દુધઈમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનુ કેન્દ્ર બિન્દુ દુધઈથી ૨૮ કિ.મી. દૂર દક્ષિણ દિશા તરફ હતું. જેની તિવ્રતા ૧.૧ હતી.

આ ભૂકંપ બાદ આજે ગુરૂવારે વહેલી સવારે ૩.૨૯ વાગ્યે કચ્છના રાપરથી ૧૪ કિ.મી. દૂર પૂર્વ દિશા તરફ ૩.૯ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

(11:32 am IST)