Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

વીડિયો વાયરલ કરીને ભાજપના પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાને 'માપમાં રહેવાની' ટકોર કરનાર મુન્દ્રાનો કાદરશા પાસા તળે

કાદરશા સૈયદ ઉપર રામ મંદિર માટે ફાળો લેવા નીકળેલ રથયાત્રા ઉપર પથ્થરમારા સહિત અનેક ગુના, કાદરશા પોરબંદર જેલ હવાલે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૪:  ભાજપના પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાને માપમાં રહેવાની ટકોર કરીએ અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરાયો હતો. ચુંટણી પરિણામના દિવસે ૨ જી માર્ચે વાયરલ થયેલ આ વીડિયો એ ચકચાર સર્જી હતી.

મુન્દ્રાના સાડાઉ ગામના ચર્ચાસ્પદ યુવાન કાદરશા સૈયદે બાઇકમાં રોડ ઉપર સવાર થઈ અન્ય યુવાનો સાથે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને ઉદ્દેશીને કહ્યું હતું કે, માપમાં રહેજો પ્રદીપસિંહ વાઘેલા કચ્છની કોમી એકતા કાયમ છે.

જોકે, ભડકાઉ ભાષણ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરવાના મુદ્દે અનેકવાર ચર્ચામાં રહેલા કાદરશા સૈયદ નો આ વીડિયો પણ ચર્ચામાં રહ્યો હતો. આ પૂર્વે મુન્દ્રાના સાડાઉ ગામે રામ મંદિર માટે ફાળો ઉઘરાવવા ગયેલ સરઘસ ઉપર નીકળેલ રથયાત્રા ઉપર પથ્થરમારો કરવા બદલ કાદરશા સૈયદ સામે ગુનો નોંધાઈ ચૂકયો છે.

તે ઉપરાંત કાદરશા સૈયદ સામે ડીઝલ ચોરી, ગાંજા અને ભડકાઉ ભાષણના ગુનાઓ પણ નોંધાઈ ચૂકયા છે. દરમ્યાન ગઈ કાલે પશ્ચિમ કચ્છ એલસીબીએ કાદરશાની પાસા હેઠળ ધરપકડ કરી તેને પોરબંદર જેલમાં મોકલી દીધો છે.

(10:09 am IST)