Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

લ્યો હવે કચ્છમાં ઊભા પાકની ચોરી, ૧.૮૦ લાખના દાડમ ચોરો ચોરી ગયા : દાડમ ચોરીનો ત્રીજા બનાવથી ખેડૂતોમાં ચિંતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ:::; ઘર, દુકાન, ઓફિસ અને મંદિરો માં ચોરી કરતી તસ્કર ગેંગની રાડ પછી હવે ખેતરોમાંથી પાકની ચોરી એ કચ્છમાં ચકચાર સર્જી છે. ભુજ નજીક સણોસરા ગામે દાડમ ની ખેતી કરતા ખેડૂત અશોક પરસોત્તમ ધોળુએ માનકુવા પોલીસ સ્ટેશને ૧.૮૦ લાખના ૧૮૦૦ કિલો દાડમની ચોરીની ફરિયાદ લખાવી છે. કોઈ અજાણ્યા તસ્કરો દાડમનો ઊભો ફાલ ચોરી ગયા હતા. આથી અગાઉ નખત્રાણા તાલુકાના દેવપર અને સાંયરા ગામે બે વાડીઓ માંથી ૧૯૦૦ કિલો દાડમ ચોરાયા હતા. જોકે, આ બન્ને ઘટનામાં દાડમ ચોરી કરનાર તસ્કર ગેંગ પોલીસે ઝડપી લીધી હતી.

(9:26 am IST)