Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ભાવનગર એલસીબીએ રહેણાંક મકાનની ઝડતી લઈને ઈંગ્લીશ દારૂની 27 બોટલ સાથે આરોપી રાહુલ ઉર્ફે ચીની મારુને ઝડપ્યો

 

ભાવનગર એલ.સી.બી સ્ટાફ શહેર વિસ્તારમાં દારૂ / જુગારની માહિતી મેળવવા ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા પો.કો વિઠ્ઠલભાઇ બારૈયાને બાતમી મળેલ કે, ઉત્તરકૃષ્ણનગર શાળા નં.૧૭ની પાછળ વણકર વાસમાં રહેતા. રાહુલ ઉર્ફ ચીની જયેશ મારૂ પોતાના રહેણાકી મકાનમાં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.

   બાતમીના આધારે રેડ કરતા મજકુર ઇસમ હાજરમળી આવતા તેના રહેણાકી મકાની ઝડતી કરતા ભારતી બનાવટનો દારૂનો જથ્થો અલગ અલગ બ્રાન્ડનો બોટલ નં.૨૭ કિ.રૂ.૧૦,૬૯૦ના મુદામાલ સાથે પકડી કાયેદસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

   સમગ્ર કામ ગીરીમાં એલ સી.બીના ઇન્ચાર્જ પો.ઇન્સ, ડી.ડી.પરમાર તથા પો.સબ.ઇન્સ, આર.એચ.બાર તથા સુચના તથા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના હે.કો. ભયપાલસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ સરવૈયા, વિઠ્ઠલભાઇ બારૈયા તથા ચિંતનભાઇ મકવાણા, ઇમ્તિયાઝ પઠાણ, શકિતસિંહ ગોહિલ, વિગેરે સ્ટાફના માણસો જોડાયેલ હતાં

(11:56 pm IST)