Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

જોરાવરનગર લાતી બજાર અને રાધે ટેનામેન્ટ વિસ્તારમાં પાન મસાલામાં વપરાતા ડુપ્લીકેટ ચૂનાની ફેકટરી ઝડપાઇઃ અમદાવાદ સ્ટેટ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરી રેઇડ

મશીન, ચૂનો સહીત ૨૦ લાખના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યાઃ ખોટા લેબલ લગાવી હલકી ગુણવત્ત્।ાનો ચૂનો હોલસેલ વેચાણ કરવામાં આવતું

વઢવાણ, તા.૪:- પાન મસાલો ખાવામાં વપરાતા ચૂનાના પાર્સલ સુરેન્દ્રનગરમાં બે સ્થળે ડુપ્લીકેટ બનતા હોવાની ફરિયાદના આધારે સીઆઇડી ક્રાઇમની ટીમે કોપીરાઇટ ભંગ બદલ શનીવારે દરોડા કર્યા હતા. જેમાં જોરાવરનગરના લાતીપ્લોટમાંથી ૨૦.૪૫ લાખ અને સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાંથી રૂપિયા ૧૨,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

એમફોરયુ ઇન્ટેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટસ સર્વીસીસના હીરેનભાઇ પટેલે સુરેન્દ્રનગરમાં બે સ્થળે કોપીરાઇટનો ભંગ કરી ચૂનાના પાર્સલ બનાવાતા હોવાની સીઆઇડી ક્રાઇમ, અમદાવાદમાં અરજી કરી હતી. જેને અનુસંધાને સીઆઇડી ક્રાઇમ દ્વારા શનીવારે સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં દરોડો પાડી મકાનમાંથી ડુપ્લીકેટ ચૂનાના પાર્સલ કિંમત રૂપિયા ૧૨,૮૦૦ સાથે નાસીરખાન મલેક ઝડપાયો હતો. બીજો ૮૦ ફૂટ રોડ પર રહેતો સમીર પંજવાણી ડુપ્લીકેટ ચૂનાનું ઉત્પાદન કરતો હોવાનું ખૂલતા ટીમે જોરાવરનગરના લાતીપ્લોટમાં રહેણાક મકાનમાંથી રણજીતસિંહ ડોડીયા અને સમીર પંજવાણી ઝડપાઇ ગયા હતા.

(3:42 pm IST)