Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

લતિપરના દિપક ચાવડાનો બેકારીથી કંટાળી આપઘાત

રાજકોટ તા. ૪: ટંકારાના લતિપરમાં રહેતાં દિપક હરજીભાઇ ચાવડા (ઉ.૩૫) નામના ચમાર યુવાને ઝેરી દવા પી લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પણ અહિ સવારે દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જા્યો હતો. દિપક બે ભાઇમાં નાનો હતોે અને મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. કેટલાક દિવસથી કામ ધંધો ચાલતો ન હોવાથી કંટાળી જતાં આ પગલું ભર્યાનું તેણે જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે ટંકારા પોલીસને જાણ કરી હતી.

(12:34 pm IST)