Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ભાવનગરમાં પોલીયો રસીકરણ કાર્યક્રમને સફળ બનાવવા ૧૭ નોડેલ ઓફીસરોને જવાબદારી

ભાવનગર તા.૪ : આગામી તા.૧૦ મીએ પોલીયો રસીકરણ કાર્યક્રમ તથા તા.૧૧,૧૨,૧૩ ના રોજ હાઉસ ટુ હાઉસની કામગીરી કરવાની હોય ભાવનગર શહેરમાં ૧ થી ૧૩ વોર્ડમાં કુલ ૩૦ ટ્રાન્સીટ ટીમ તથા કુલ ૨૯ મોબાઇલ ટીમ અને ૮૯૬ બુથમાં મેમ્બર ૧૬૯૨ સુપરવાઇઝર કુલ ૧૧૮ તેમજ હાઉસ ટુ હાઉસ ટીમ ૪૪૮ ટોટલ હાઉસ ટુ હાઉસ સભ્યો ૮૯૬ તથા સુપરવાઇઝર ૯૨નું આયોજન કરવામાં આવે છે. કુલ ૧૭ નોડલ ઓફીસરને કામગીરી સોપવામાં આવેલ છે. આ કેન્દ્રો ઉપર ૦ થી પ વર્ષના ભાવનગર કોર્પોરેશન વિસ્તારના અંદાજીત ૧ લાખ ૧૬ હજાર બાળકોને પોલીયો વિરોધી રસીના બે ટીપા પીવરાવવામાં આવશે.

બાળકને પોલીયો વિરોધી રસીના આ વધારાના બે ટીપા પીવરાવીને પોતાના બાળકને અપંગ થતા બચાવવા માટે સવારના ૮ કલાકથી સાંજ સુધીમાં તમારા નજીકના વિસ્તારમાં ઉભા કરાયેલ રસીકરણ કેન્દ્ર બુથ જેવા કે આંગણવાડી કેન્દ્રો, હેલ્થ સેન્ટર, સર ટી હોસ્પિટલ, આનંદવાટીકા, હોસ્પિટલ રેડક્રોસ દવાખાના, અપંગ પરિવાર કેન્દ્ર, રોટરી હોલ, બજરંગદાસ બાપા હોસ્પિટલ, રામમંત્ર મંદિર હોસ્પિટલ, શાંતીલાલ શાહ હોસ્પિટલ, પીએનઆર ઇમ્યુ વિભાગ, વેસ્ટર્ન રેલ્વે હોસ્પિટલ, વિટકોસ સીટી બસ સ્ટેશન, બાળકોના ડોકટરો તથા ટાઉન હોલ, આઇસીડીએસ ઓફીસ તેમજ નજીકના રસીકરણ કેન્દ્રો ઉપર તમારા બાળકોને રાષ્ટ્રીય રસીકરણમાં પોલીયા વિરોધી રસીના બે ટીપા પીવરાવવામાં મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગ દ્વારા એક યાદીમાં અનુરોધ કરાયો છે.

(12:28 pm IST)