Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ચોટીલા-થાન-મૂળી બેઠક પર ભાજપની વિજય સંકલ્પ બાઇક રેલી યોજાઇ

વઢવાણઃ ચોટીલા-થાન-મૂળી વિધાનસભાની બેઠક પર તા.૨ માર્ચના રોજ ભાજપ દ્વારા આયોજીત વિજય સંકલ્પ યાત્રા સાથે બાઇક રેલીનું આયોજન કરવામા આવેલ હતુ ચોટીલા ખાતેથી બાઇક રેલીને ભાજપના હિતેન્દ્રસિંહ ચૌહાણે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવેલ વિજયનો જયનાદ સાથે રેલીમાં બહોળી સંખ્યામા ભાજપના હોદેદારો કાર્યકરો જોડાયા હતા. થાનગઢ ગામે રેલીનું સ્વાગત કરવામા આવેલ હતુ મૂળી તાલુકામા વિજય સંકલ્પ રેલી પહોચતા ગામેગામ રેલીનુ અભિવાદન કરી ઉત્સાહભેર લોકો જોડાયા હતા. ભાજપના અગ્રણી હરદેવસિહ પરમાર રાજભા પરમાર સહીત ભાજપના હોદેદારોએ સ્વાગત કરી વિજય સંકલ્પ બાઇક રેલીને વિરામ આપેલ હતો. આ પ્રસંગે હરદેવસિહ પરમારે જણાવતા વિજય સંકલ્પ રેલીને સર્વત્ર આવકાર મળેલ તેમજ ગામેગામથી લોકો ઉત્સાહભેર રેલીમા જોડાયા હતા નવા મતદારો તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો ભાજપ સાથે જોડાયા હતા. તે પ્રસંગની તસ્વીર.

(12:23 pm IST)