Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન

રાજકોટ તા. ૪ :.. રાજકોટ સહિત સૌરષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર ઋતુનો માહોલ બરકરાર છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડકની અસર વર્તાય છે. જયારે આખો દિવસ અસહ્ય ઉકળાટનો અનુભવ થાય છે. સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને જેમ જેમ દિવસ પસાર થાય છે. તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે.

જામનગર

જામનગર : શહેરનું હવામાન મહત્તમ ર૮, લઘુતમ ૧૯, ભેજ ૬૩ ટકા, પવન ૬.૩ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

(12:21 pm IST)