Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

સાવરકુંડલાના પીઠવડીમાં પીવાના પાણીની સમસ્યા ગ્રામજનોએ ચોકમાં માર્યા ચૂંટણી બહિષ્કારના બેનરો

પીવાના પાણીનો પોકાર સાથે સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યોએબેનરો લગાવ્યા

અમરેલી જિલ્લાના સાવરકુંડલા નું પીઠવડી ગામ.પીઠવડી ગામેં પીવાના પનોના બોર ડુકી જવા અને ગામમાં પાણી માટે કુવા કરવાની માંગ સાથે પીઠવડીના સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યોએ ગામના જાહેર ચોકમાં લોકસભાની ચૂંટણી બહિષ્કારનું બ્યુગલ ફૂંકયું છે. હજુ ઉનાળો બાકી છે ત્યાં પીવાના પાણીનો પોકાર ઉઠતા ગ્રામજનોની સમસ્યા નિવારવા ચૂંટણી બહિષ્કાર ના બેનરો મારીને સ્થાનિક યુવાઓએ નેતાઓ મત માંગવા આવે છે.પણ ગામની સમસ્યાઓ નિવારવા નેતાઓ દેખાતા ન હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો.

(7:33 pm IST)