Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ભાયાવદર ગામે કોલેજમાં સાથે અભ્યાસ કરતી યુવતીને લાફો મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ

તને કોલેજ આવવાની ના પાડી છતાં કેમ આવી કહીને કોલેજના ગેટ પાસે હુમલો કર્યો

ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે આવેલ એચ એમ પટેલ કોલેજ માં અભ્યાસ કરતી કોળી યુવતીને સામાન્ય બાબતે બોલાચાલે કરી લાફો મારતા પોલીસ ફરિયાદ થયેલ છે

આ અંગેની વિગતે આવે પ્રકારે છે કે ભાયાવદર ગામે મતવા શેરીમાં રહેતા રબારી પ્રકાશ હાજા ખાંભલા એ સાથે અભ્યાસ કરતી કોળી યુવતીને કહેલ કે તને કોલેજ આવવાની ના પાડી છતાં કેમ આવી તેવું કઈ આરોપી પ્રકાશે યુવતી ઉપર હુમલો કરે લાફો મારીને આરોપી ભાગી ગયેલ છે યુવતી કોલેજના ગેટ પાસે પહોંચેલ ત્યારે ઓ રોકીને હુમલો કરેલ હતો

આ અંગે ભાયાદર પોલીસમાં ફરિયાદ થતાં પીએસઆઇ પી કે મેતાએ આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(12:19 am IST)