Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

પોરબંદરમાં યુવકના મોત મામલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના મહિલા PSI સહીત પાંચ પોલીસકર્મી સસ્પેન્ડ

પોલીસ મથકે પૂછપરછ બાદ મૃત્યુ થયેલ : તપાસમાં ત્રણ શખ્સોએ માર મારતા યુવકનું મોત થયાનું ખુલ્યું : મૃતકના પિતાએ નોંધાવી ફરિયાદ

પોરબંદર : પોરબંદરમાં ત્રણ દિવસ પહેલા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં શ્યામ બથિયાને પૂછપરછ માટે લઇ આવ્યા હતા બાદમાં મોત નીપજ્યું હતું,આ મામલે પોલીસે તપાસ કરતા ત્રણ શખ્સોએ માર મારતા યુવકનું મૃત્યુ નિપજ્યાનું ખુલ્યું હતું, આ મામલે મહિલા પીએસઆઇ સહીત પાંચને સસ્પેન્ડ કરાયા છે, મૃતકના પિતાએ ત્રણ વિરુદ્ધ ફરિયાદ કરી છે હાલમાં આ મામલે તપાસ ચાલુ છે, તપાસ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે

 

(11:33 pm IST)