Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

કેશોદ સફાઈ કામદારો દ્વારા કાયમી નિમણુંક ન મળતા આંદોલન

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ૪ : નગરપાલિકામાં બઢતી બદલી ભરતી અન્‍વયે  કયાંક ને કયાંક વિવાદમાં આવે છે. કેશોદ નગરપાલિકામાં નામદાર કોર્ટનાં હુકમથી હંગામી ધોરણે ફરજ બજાવતાં સફાઈ કામદારોએ ગત તારીખ ૧૮મી જાન્‍યુઆરીએ લેખિતમાં રજૂઆત કરી સામાન્‍ય સભામાં થયેલાં ઠરાવ મુજબ કાયમી ધોરણે નિમણૂંક આપવામાં આવે એવી માંગ કરી હતી. કેશોદ નગરપાલિકા સત્તાધિશો દ્વારા હકારાત્‍મક અભિગમ અપનાવી કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં આજરોજ લેખિતમાં જાણ કરી કાળી પટ્ટી ધારણ કરી ગાંધીચિંધ્‍યા માર્ગે આંદોલન નાં શ્રીગણેશ કર્યા છે. કેશોદ નગરપાલિકાનાં હંગામી સફાઈ કામદાર જેન્‍તિભાઈ બોરેચા સહિતના આઠ સફાઈ કામદારો દ્વારા પંદર દિવસ ની મહેતલ આપી છે નગરપાલિકા સત્તાધિશો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે નહીં તો આવનારાં દિવસોમાં ઉપવાસ આંદોલન ભુખ હડતાલ શરૂ કરવાની ચીમકી આપી છે.

કામનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવનો પ્રારંભ

 વેરાવળ રોડ પર આવેલા માધવ દ્વાર સોસાયટીમાં આસપાસના રહીશો અને શહેરનાં શિવભક્‍તોનાં સહયોગથી શિવમંદિરનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. શ્રી કામનાથ મહાદેવ મંદિર નાં ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે આજે વાજતે ગાજતે નગરયાત્રા કાઢવામાં આવી હતી. શ્રી કામનાથ મહાદેવ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ દરમિયાન શાષાોક્‍ત વિધિ શાષાી ભાર્ગવ કુમાર પંડ્‍યા સહિતના ભૂદેવો દ્વારા કરવામાં આવે છે. ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ દરમિયાન રાત્રીના સાંસ્‍કળતિક કાર્યક્રમો યોજવામાં આવ્‍યા છે. કેશોદના માધવ દ્વાર સોસાયટી નાં રહીશો દ્વારે જહેમત ઉઠાવવામાં આવી છે. અંતિમ દિવસે આમંત્રિત મહેમાનો સહિત રહીશોની મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે.(૨૫.૮)

(1:38 pm IST)