Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જુનાગઢના બે રાજસ્‍થાની પાસામાં

જુનાગઢ, તા.૪: જિલ્લા કલેકટરશ્રી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતા સમજી ત્‍વરીત (૧) સોગારામ રતનારામ ખીચળ, બીશ્નોઇ ઉ.વ.રર રહે. કોટડા, ખીસડોકી ધાણી, તા. રાણીવાડા, જી.જાલોર રાજય રાજસ્‍થાન તથા (ર) મનોહરલાલ ચુનીલાલ ઢાંકા, બીશ્નોઇ (ઉ.વ.૩૦) રહે. ભાટીયા ગામ, રાણીવાડા, જી. જાલોર, રાજય રાજસ્‍થાન વાળાઓ વિરૂધ્‍ધ પાસા વોરન્‍ટ ઇસ્‍યુ કરવામાં આવેલ.

જે પાસા વોરન્‍ટ ઇસ્‍યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. જે.એચ. સિંધવ તથા ઇચા. પો. ઇન્‍સ. જે.જ.ગઢવીના માર્ગદર્શન હેઠળ પો. સ.ઇ. ડી.કે. ઝાલા તથા પો. સ્‍ટાફ વોચ તપાસમાં હતા. દરમ્‍યાન પો. હેડ કોન્‍સ. જીતેષ એચ. મારૂ, આઝાદસિંહ સિસોદીયા ઇન્‍દ્રજીતસિંહ ઝાલા તથા પો. કોન્‍સ.વરજાંગભાઇ બોરીચાને હકિકત મળેલ કે સદર પાસા વોરન્‍ટના આરોપીઓ હાલ જુનાગઢ, જેલ રોડ, ખાતે હોવાની હકિકતે આધારે તપાસ કરતા હાજર મળી આવતા અટક કરી અનુક્રમે સેન્‍ટ્રલ જેલ, લાજોપોર, સુરત તથા સેન્‍ટ્રલ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ.

ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. જે.એચ. સિંધવ તથા કેશોદ પો. સ્‍ટે.ના પો. ઇન્‍સ. બી.બી. કોળી તથા ક્રાઇમ બ્રાન્‍ચ, જુનાગઢના પો. સબ. ઇન્‍સ. જે.જે. ગઢવી, ડી.કે. ઝાલા તથા એ.એસ.આઇ. નિકુલ એમ. પટેલ તથા પો. હેડ કોન્‍સ. જીતેષ એચ. મારૂ, આઝાદસિંહ સિસોદીયા, ઇન્‍દ્રજીતસિંહ ઝાલા તથા વરજાંગભાઇ બોરીચા તથા વુ. પો. કોન્‍સ. રાજેશ્રી દિવરાણીયા તથા કેશોદ પો. સ્‍ટે. કોન્‍સ. સંજયસિંહ કે. ઝાલા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે. (૯.૬)

(1:31 pm IST)