Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જાન્‍યુઆરી દરમ્‍યાન છેતરપિંડીનો ભોગ બનેલ અરજદારોનાં કુલ રૂા. ૩,૬૮,૩૫૯ પરત અપાવતી અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ

અમરેલી,તા ૪ : ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષકરી ભાવનગરની સુચના હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધીત નાણાકીય છેતરપીંડીમાં ગયેલ નાણા પરત અપાવવા જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુનાહીત પ્રવૃતિ અટકાવવા જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક અમરેલીના માર્ગદર્શન હેઠળ આઇ/સી પોલીસ ઇન્‍સ. આઇ.જે.ગીડા, પોલીસ સબ ઇન્‍સ. જે.એમ.કડછા, પોલીસ સબ ઇન્‍સ. એચ.બી.કોવાડીયા સાયબર ક્રાઇમ પો.સ્‍ટે. અમરેલીએ જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરી અરજદારના નાણા પરત અપાવવાની કામગીરી કરવામાં આવેલ.

અત્રે જીલ્લાના સાયબર ક્રાઇમ પો.સ્‍ટે. ખાતે ગત જાન્‍યુઆરી -૨૦૨૩ દરમ્‍યાન અલગ -અલગ અરજદારોની સાથે નાણાકીય ફ્રોડ થયેલ. નાણાકીય ફ્રોડ અંતર્ગત સ્‍ક્રીન શેરિંગ એપ ઓ.ટી.પી. ફ્રોડ, કસ્‍ટમર કેર નંબર ફ્રોડ, શિપિંગ શુલ્‍ક, આમીમેનનું નામ ધારણ કરવું જેથી તરકીબો થી લોકો ભોગ બન્‍યા હતા અત્રેના પો.સ્‍ટે.ના ખાતે આ બાબતે અરજીઓ મળતા તાત્‍કાલીક જીણવટભરી તપાસ કરી અને અરજદારોના નાણા પરત આવે તે માટે આગળની કાર્યવાહી કરી કુલ -૧૬ અરજદારોના કુલ રૂા. ૩,૬૮,૩૫૯ પરત અપાવી તેઓને ૧૦૦% રકમ પરત અપાવવાની કામગીરી કરેલ.

(12:58 pm IST)