Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

પોરબંદરમાં સુભાષનગર જુથ અથડામણમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરો : રામભાઇ મોકરીયા

રાજકોટ, તા. ૩ : પોરબંદરનાં સુભાષનગરમાં જુથ અથડામણના બનાવમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ  પોરબંદર જીલ્લા પોલીસ વડાને સુચના આપી છે.

સુભાષનગરમાં જુથ અથડામણના બનાવના પગલે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ ખારવા સમાજના વાણોટ પવનભાઇ શિયાળ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી.

રામભાઇ મોકરીયાએ પોરબંદર જીલ્લા  પોલીસ વડાને તટસ્‍થ તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવા સુચના આપી છે

(11:52 am IST)