Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ગાંધીધામમાં પત્‍નિ સાથે આડા સંબંધ રાખનાર મિત્રને ટપારનાર મોરબીના યુવાનનું કાંડુ કપાયુ

ભુજ, તા.૪: પોતાના મિત્રને પત્‍ની સાથેના આડા સબંધ બાબતે ટકોર કરવી પતિને ભારે પડી હતી. ગાંધીધામના ઇન્‍દિરાનગરીમાં રહેતા મૂળ મોરબીના ૩૨ વર્ષીય યુવાન વિશાલ ઉર્ફે લાલો બાબુભાઈ ઠાકોરે બી ડિવિઝન પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તેની પત્‍ની કિંજલ ઉર્ફે રીઝવાના સાથે પોતાના મિત્ર ઈશ્વર ઉર્ફે ભીખુ પુના મકવાણાને આડા સબંધો હોઈ તેમણે ઠપકો આપી દૂર રહેવા જણાવ્‍યું હતું. તેમ છતાંયે તેમને બન્નેને ભેગા બજારમાં સામાન લઈને આવતા જોયા બાદ મેં તેને અમારા લગ્ન જીવનમાં ભંગાણ ન પાડવા ઠપકો આપ્‍યો હતો. એ અંગે ખાર રાખી ઈશ્વરે અન્‍ય મિત્ર લવકુમાર સાથે મળી મારા ઉપર ધારિયા વડે હુમલો કરતાં મે હાથ આડો દેતાં કાંડું કપાઈ ગયું હતું. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદી વિશાલ અને તેની પત્‍ની કિંજલ ઉર્ફે રિઝવાનાને ત્રણ સંતાનો છે.

 

(10:55 am IST)