Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

કોડીનાર પોલીસે એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડયો

કોડીનાર, તા.૪: કોડીનાર પોલીસે છેલ્લાં ૧ વર્ષ થી નાસતા ફરતા આરોપી ને પકડી પાડી જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પી.આઇ. એ.એમ.મકવાણા તથા ડી.સ્‍ટાફ પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન  થર્ડ ગુ.ર.નં-૦૨૫૩/૨૦૨૨ પ્રોહી કલમ-૬૫(ઇ),૯૮(૨),૯૯,૮૧ મુજબના ગુન્‍હાના કામના નાશતા ફરતા આરોપી અનિકેતભાઇ ઉર્ફે ટીંબલી પ્રવિણચંદ્ર ઉર્ફે કબીરા બાંમણીયા ખારવા રહે ઘોઘલા વાળાને કોડીનાર ટાઉન વિસ્‍તાર માથી પકડી પાડી  કાર્યવાહી હાથ ધરી હતી

(10:51 am IST)