Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ગોંડલથી 900 ટન ડુંગળી ભરી રેલગાડી બાંગ્લાદેશ મલદા બોર્ડર જવા રવાના થઈ:

એક સપ્તાહમાં બીજી વાર માલગાડીની રેન્ક મળી જતા યાદ તંત્ર, વેપારી અને ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી

ગોંડલ :સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાર દિવસ પહેલા જ 900 ટન ડુંગળી ભરી માલગાડી આસામ રવાના થઈ હતી અને બીજી રેલ રેક ની માંગ કરવામાં આવી હતી જે તંત્ર દ્વારા સંતોષવામાં આવતા આજે ફરી એકવાર 900 ટન ડુંગળી ભરી માલગાડી માલદા બોર્ડર બાંગ્લાદેશ તરફ રવાના થઈ હતી જેના પરિણામે યાર્ડ તંત્ર વેપારી અને ખેડૂતમાં હરખની હેલી પ્રસરી હતી.

  રેલીના પ્રસ્થાન કરતા સમયે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને વેપારીઓએ  ખુશી વ્યક્ત કરી જણાવ્યુ  કે  યાર્ડના વેપારીઓ દ્વારા રેન્ક નું અઠવાડિયામાં બીજી વાર આયોજન કરવામાં આવ્યું છે અને ખેડૂતોનો સમય સર માલ વહેચાય, ખેડૂતોને કેમ વધારે પૈસા મળે એના પ્રયત્નોના હાથ ધરાયા હતા,  ગુરુવારે બીજી રેન્ક  જે આવી છે તે બાંગ્લાદેશ બોર્ડર ઉપર માલદાની રેન્ક ભરાઈ છે આ રેન્કની અંદર 900 ટન જેવો માલ ત્યાં પહોંચશે અને ત્યાંથી પછી બાંગ્લાદેશ રવાના થશે, ગોંડલ વિસ્તારના ખેડૂતોને જે માલનું ઉત્પાદન આવે છે ડુંગળી એવી વસ્તુ છે કે ખેડૂતો લણે પછી એને નિકાલો થવો જોઈએ અને અહીંથી જો એને રેકનું લોડિંગ પૂરું મળે નહીં તો ખેડૂતોનું ખેડૂતોનો માલ પડ્યો રહેતો હતો દરરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 10 થી 15000 કટ્ટા નું જ વેચાણ થતું હતું તેમાં વધારો લાવવા આ રેન્ક નું આયોજન કર્યું એમાં સાંસદ રમેશભાઈ ધડુકની  ભલામણથી ફરી રેન્ક મળવા પામી છે

(12:35 am IST)