Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

જૂનાગઢ ભાજપના ઉમેદવારોની યાદી જાહેર : વોર્ડ ન, 6માં અરવિંદભાઈ રામાણી અને વોર્ડ, ન,15માં નાગજીભાઈ કટારાને ટિકિટ

સ્થાનિક  સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટી માટે આજનો દિવસ એકદમ વ્યસ્તમ રહ્યો હોય તેવું જણાઈ રહ્યુ છે. એક પછી એક મનપાના ઉમેદવારોની યાદી જાહેર થઈ રહી છે. જેમાં પ્રથમ રાજકોટ અને ત્યાર બાદ જામનગર બાદ ભાવનગરમાં ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જે બાદ હવે જૂનાગઢના ઉમેદવારોની યાદી પણ જાહેર થઈ ગઈ છે. જેમાં વોર્ડ 6 અને 15 નંબરના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વોર્ડ ન, 6માં અરવિંદભાઈ રામાણી અને વોર્ડ, ન,15માં નાગજીભાઈ કટારાને ટિકિટ અપાઈ છે

(6:16 pm IST)