Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

અમરેલી જીલ્લાના ચાર શહેરોમાંથી ઝડપાયેલ ૫૩૪૦ દારૂની બોટલનો બગસરામાં બુલડોઝર ફેરવી નાશ કરાયો

(સમીર વિરાણી દ્વારા) બગસરા :  એસ.પી નિર્લિપ્ત રાયની સુચના અનુસાર બગસરા ધારી ખાંભા ચલાલા પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે પોલીસે ઘોંસ બોલાવી ચાર શહેરોમાંથી વિદેશી દારૂની બોટલ બગસરામાં બુલડોઝર ફેરવીને નાશ કરી હતી જેમાં બગસરામાંથી ૫૦ ૩૬ ચલાલામાંથી ૨૪૦ ખાંભા માંથી ૨૭૬ અને ધારીમાંથી ૭૬ વિદેશી દારૂની બોટલ મળી ફુલ ૫૩ ૪૦ બોટલો ને બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો અને દારૂના ફુવારા ઉડયા હતા દારૂનો નાશ કરતી વખતે પોલીસ તંત્ર એએસપી સોની પ્રાંત અધિકારી જનકાર મામલતદાર પી.આઈ એચ કે મકવાણા પી.એસ.આઇ યુ એફ રાવલ પી.એસ.આઇ વાઘેલા ધારી પી.એસ.આઇ પંડ્યા ચલાળા પોલીસ સ્ટાફ રેવન્યુ ઓફિસ સ્ટાફ હાજર રહ્યા હતા અને કોર્ટના હુકમ પ્રમાણે આ બોટલો નો નાશ કરવામાં આવ્યો હતો.

(12:58 pm IST)