Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

દિકરા સાથે ઝગડો કરી ગાળો બોલવાની ના પાડતા બાબરાના પાનસડા ગામે મહિલા ઉપર હુમલો

અમરેલી, તા., ૪: પાનસડા ગામે રહેતી હંસાબેન બાબુભાઇ વાળા ઉ.વ.૪રના દિકરા સુરેશભાઇ ઘરની બાજુમાં આવેલ કરીયાણાની કેબીને ઉભા હતા. ત્યારે રમેશ રામજી સોંદરવા, રામજી હિરા સોંદરવા, કાન્તાબેન રમેશભાઇકસોંદરવા, રમીલાબેન કાનજીભાઇ સોંદરવાએ ઝગડો કરી ગાળો બોલતા ના પાડતા રમેશ મારવા દોડતા હંસાબેન પડી જતા મુંઢ ઇજા થયેલ અને લાકડી વડે માર મારી દિકરાને માર મારવા ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

અમરેલીમાં જુગાર રમતા પ શખ્સો ઝડપાયા

અમરેલી ચાંદની ચોક કેળાની વખાર પાસે જાહેરમાં હાર-જીતનો જુગાર રમતા હારૂન ઉર્ફે બાટલો હબીબ બીખીયા, રહીમ વલી પરમાર, ઇલીયાસ વલી પરમાર, એજાજ ગફાર પરમાર, અસરફ ઉર્ફે બાબુ સતાર ડબાવાલાને પો.કોન્સ. પ્રભાતસિંહ ગોહીલે રોકડ રૂ. ૧૦,રપ૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

(12:57 pm IST)